Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

BJP નેતાએ અધિકારીને આપી ધમકી, કહ્યું- તું મારા હિટલિસ્ટમાં છે, વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સોમવારે લોકસભા ચૂંટણીના ચોથા ચરણના વોટિંગ દરમિયાન એક BJP નેતા પોલીસ અધિકારીને ધમકાવતી વખતે કેમરામાં કેદ થયા છે. સુરેશ અવસ્થી નામના BJP નેતા પોલીસ અધિકારીને ધમકાવતા દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં, સુરેશ પોલીસવાળાને કહી રહ્યા છે કે, તે તેના હિટલિસ્ટમાં છે અને તે વોટિંગ બાદ તેને જોઈ લેશે. BJP નેતાની આ ધમકી અને દુર્વ્યવહાર કેમેરામાં કેદ થઈ ગયા અને હવે તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં BJP નેતા સર્કલ ઓફિસરને ધમકાવતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં BJP નેતા સુરેશ અવસ્થી પોલીસવાળા સાથે જીભાજોડી કરતા દેખાઈ રહ્યા છે અને પોલીસ તેમને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે. વીડિયોમાં સર્કલ ઓફિસરને BJP નેતા કહી રહ્યા છે, હું તને કાલે જોઈ લઈશ, તુ મારા હિટલિસ્ટમાં છે.

એટલું જ નહીં, અવસ્થી અધિકારીને આંખ મિલાવીને વાત ન કરવાની ચેતવણી આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, તું મારી તરફ ના જો, તું મારી આંખ તરફ ના જો. તું મારા હિટલિસ્ટમાં જ છે, કાલ બાદ હું તને બતાવીશ. અવસ્થીની આ ધમકી સાંભળીને સર્કલ ઓફિસરે કહ્યું હતું કે, જે કરવું હોય એ કરી લેજે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલોઃ ત્રણ આતંકી ઠાર, એક જવાન શહિદ…

Charotar Sandesh

૨૦૦૮-૦૯ની મંદીથી પણ ખતરનાક હશે કોરોનાથી આવેલ મંદી : રઘુરામ રાજન

Charotar Sandesh

કોરોનાના કુલ કેસ ૩૬.૨૧ લાખને પાર : મૃત્યુઆંક ૬૪,૪૬૯એ પહોંચ્યો…

Charotar Sandesh