Charotar Sandesh
ઈન્ડિયા

Chandrayaan 2 : ઈસરોએ સફળતાપૂર્વક ચંદ્રયાન-2 લૉન્ચ કર્યું…

બંગાળની ખાડીના એક ટાપુ પરથી એક રૉકેટ જ્યારે ચંદ્રયાન-2ને લઈને પોતાનો પ્રવાસ શરૂ કર્યો અને એ સાથે જ ઈસરોએ આજે ઇતિહાસ સર્જ્યો…

આજે 02:43 વાગ્યે શ્રીહરીકોટા ખાતેના લૉન્ચપેડ પરથી ચંદ્રયાન-2ને લૉન્ચ કર્યું છે. જીયોસીન્ક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હિકલ માર્ક-3 એમ1 (GSLV MkIII M1) રૉકેટ થકી યાનને અંતરીક્ષમાં મોકલવામાં આવ્યું છે.

આ પહેલાં રવિવારે સાંજે 6.43 વાગ્યે આજના લૉન્ચિંગ માટેનું કાઉન્ટડાઉન શરૂ કરાયું હતું. આ દરમિયાન લૉન્ચિંગની પળેપળની માહિતી આપતાં ઈસરોએ ટ્વીટ કરીને રૉકેટમાં ભરાઈ રહેલા ઈંધણ અંગે માહિતી આપી હતી.

આ વિસ્તારમાં રહેલાં જોખમને કારણે હજુ સુધી કોઈ પણ સ્પેસ એજન્સી ત્યાં ઊતરી શકી નથી. મોટા ભાગના મૂન-મિશન દરમિયાન ચંદ્રની ભૂમધ્યરેખાના વિસ્તારમાં લૅન્ડિંગ કરાયું છે, જ્યાં દક્ષિણ ધ્રુવની સરખામણીએ સપાટ જમીન છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્વાળામુખી અને ખરબચડી સપાટી હોવાને લીધે અહીં લૅન્ડિંગ કરવામાં ભારે જોખમ હોવાનું મનાય છે.

Related posts

મહારાષ્ટ્રમાં જળ બંબાકાર : ત્રણ સ્થળે ભૂસ્ખલનથી ૪૪થી વધુના મોત

Charotar Sandesh

બિહાર : ચમકી તાવથી અત્યાર સુધી ૧૨૫ બાળકોના મોત નિપજ્યા…!!

Charotar Sandesh

ગુજરાત બાદ આંધ્રપ્રદેશમાં પણ બેદરકારી : કોવિડ કેર સેન્ટરમાં આગ : ૯ લોકો જીવતા ભડથું…

Charotar Sandesh