Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

ECએ માની BJPની માગ, બંગાળમાં પોલિંગ બૂથમાં મમતા બેનર્જીની પોલીસની નો એન્ટ્રી

લોકસભા ચૂંટણીના શરૂઆતના ચાર ચરણના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર એક્શન લેવામાં આવી છે 6 મેના રોજ યોજાનારા પાંચમા ચરણના મતદાન માટે હવે પોલિંગ બૂથની અંદર માત્ર કેન્દ્રીય બળો જ હાજર રહેશે. એટલે કે રાજ્યની પોલીસને પોલિંગ બૂથથી દૂર રાખવામાં આવશે. અગાઉના ચરણોમાં થયેલી હિંસા બાદ BJPએ ફરીયાદ કરી હતી કે કેન્દ્રીય બળોને હટાવીને રાજ્ય પોલીસને પોલિંગ બૂથ પર હાજર રાખવામાં આવી રહ્યા છે અને ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી રહી છે.

ચૂંટણી આયોગે હવે આ અંગે કાર્યવાહી કરતા 5માં ચરણના મતદાનમાં સૌ ટકા કેન્દ્રીય સુરક્ષા દળોના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. પોલિંગ બૂથની અંદર રાજ્ય પોલીસને જવાની પરવાનગી નહીં હશે. જોકે, પોલીસને પોલિંગ બૂથની આસપાસ રહેવાની પરવાનગી મળશે.

પાંચમા ચરણ માટે હવે કેન્દ્રીય સુરક્ષા દળોની 578 કંપનીઓને ફરજ પર હાજર રાખવામાં આવી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હવે પોલિંગ બૂથની જવાબદારી CAPFને આપવામાં આવશે. બંગાળ પોલીસની જવાબદારી વોટરોની લાઈન, લો એન્ડ ઓર્ડર ઉપરાંત મતદાન સાથે સંકળાયેલી અન્ય વ્યવસ્થાને જોવાની રહેશે. આ બધા ઉપરાંત 142 ક્વિક રિસપોન્સ ટીમને પણ રિઝર્વ રાખવામાં આવશે.

પશ્ચિમ બંગાળના સ્પેશિયલ પોલીસ ઓબઝર્વર વિવેર દુબેએ નિવેદન આપ્યું છે કે, આ ચરણમાં સો ટકા પોલિંગ બૂથને કેન્દ્રીય બળો દ્વારા જ કવર કરવામાં આવશે. તેમણે આ વાતની પણ પુષ્ટિ કરી છે કે, આવનારા ચરણોમાં આ જ રીતે મતદાન કરાવવામાં આવશે. 6 મેના રોજ યોજાનારા પાંચમા ચરણના મતદાનમાં પશ્ચિમ બંગાળની બંગાંવ, બેરકપુર, હાવડા, ઉલુબેરિયા, શ્રીરામપુર, હુગલી, આરામબાગ સીટ પર મતદાન કરવામાં આવશે.

Related posts

સંસદ ભવનનું નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ સુધી પૂરી થવાની શક્યતા…

Charotar Sandesh

ગુજરાત સહિત દેશના આઠ રાજ્યોમાં સ્થિતિ ખરાબ, ૧ લાખથી વધુ એક્ટિવ કેસ…

Charotar Sandesh

દેશના માત્ર આ ૫ રાજ્યમાં જ ૧ લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા

Charotar Sandesh