Charotar Sandesh
બિઝનેસ વર્લ્ડ

Google એ ગયા વર્ષે ફક્ત ન્યૂઝથી 4.7 અરબ ડૉલરની કરી કમાણી…

  • તે આવક નથી ઉમેરાઈ જે કોઈ યૂઝર દ્વારા ન્યૂઝ પર ક્લિક કરવાથી અથવા એને લાઈક કરવાથી ગૂગલને થાય છે…

અમેરિકા,

દિગ્ગજ ટેક્નિકલ કંપની ગૂગલે 2018માં ફક્ત ન્યૂઝથી જ 4.7 અરબ ડૉલર ( લગભગ 33 હજાર કરોડ રૂપિયા)ની કમાણ કરી. છેલ્લા વર્ષે ડિજિટલ માર્કેટિંગ દ્વારા અમેરિકાની પૂરી ન્યૂઝ ઈન્ડસ્ટ્રીએ 5.1 અરબ ડૉલરની કમાણી કરી હતી. ફક્ત ગૂગલે જ એની બરાબર કમાણી કરી છે.

અમેરિકાએ બે હજાર ન્યૂઝપેપરનું પ્રતિનિધિત્વ કરનારી ન્યૂઝ મીડિયા એલાયન્સ (NMA)ના રિપોર્ટ અનુસાર, ગૂગલે સર્ચ અને ગૂગલ ન્યૂઝ દ્વારા આ કમાણી કરી છે. તેમાં તે આવક નથી ઉમેરાઈ જે કોઈ યૂઝર દ્વારા ન્યૂઝ પર ક્લિક કરવાથી અથવા એને લાઈક કરવાથી ગૂગલને થાય છે.

NMAએ પોતાનો આ રિપોર્ટ ટેક કંપનીઓ અને મીડિયાના સંબંધને લઈને અમેરિકી સંસદના નીચલા સભાની સમિતિમાં થનારી સુનાવણી પહેલા જાહેર કરી છે. એલાયન્સના અધ્યક્ષ અને સીઈઓ ડેવિડ ચાવરને કહ્યું કે આ રિપોર્ટને લઈને જો કોઈ ચર્ચા કરવામાં આવે છે તો એનાથી જર્નલિઝ્મ કોમ્પિટિશન એન્ડ પ્રિઝર્વેશન એક્ટ લાગૂ કરવામાં મદદ મળશે. આ કાયદામાં સમાચારથી બનતી કમાણી માટે પ્રકાશક અને ઑનલાઇન પ્લેટફોર્મ વચ્ચે વહેંચણીની જોગવાઈ છે.

Related posts

જામનગરમાં રૂ.૭૫,૦૦૦ કરોડનું રોકાણ કરશે રિલાયન્સ, જિઓફોન નેકસ્ટની જાહેરાત…

Charotar Sandesh

બિડેન સરકારે H1-B વિઝા પર પૂર્વ સરકારની નીતિઓને હટાવી…

Charotar Sandesh

ડેલ્ટા વેરિયેન્ટના વધતાં કેસોને પગલે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બે સપ્તાહનું લોકડાઉન….

Charotar Sandesh