Charotar Sandesh
ઈન્ડિયા

INX મીડિયા કેસ : સુપ્રિમ કોર્ટે પી.ચિદમ્બરમને જામીન આપ્યા…

જામીન દરેક વ્યક્તિનો અધિકાર છેઃ સુપ્રિમ કોર્ટ

ચિદમ્બરમ કોર્ટની મંજૂરી વિના વિદેશ નહીં જઇ શકે, પ્રેસ કોન્ફરન્સ કરવા ઉપર પ્રતિબંધ,આજે સંસદમાં આપશે હાજરી

ન્યુ દિલ્હી : આઈએનએક્સ મીડિયા કેસમાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટેમાંથી જામીન મળી ગયા છે. ચિદમ્બરમે તેમની જામીન અરજી ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને ૨ લાખના બૉન્ડ અને એટલી જ રકમના બે જામીનગીરી પર જામીન આપ્યા છે. કોર્ટે તેની સાથે જ કહ્યું કે, જામીન મળ્યા બાદ પણ ચિદમ્બરમ કોર્ટની મંજૂરી વિના વિદેશ નહીં જઈ શકે. તેમને પ્રેસ કૉન્ફરન્સ કરવા ઉપર પણ રોક રહેશે. એક ચેનલ સાથેની વાતચીતમાં તેમના પુત્રે કહ્યુ હતુ કે, પી ચિદમ્બરમ આવતીકાલે સંસદમાં હાજરી આપશે.
સુપ્રીમ કોર્ટે તેની સાથે જ ચિદમ્બરમની જામીન અરજીની સુનાવણી પૂરી કરી દીધી હતી. જસ્ટિસ આર. ભાનુભતિ, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ રાયની બેન્ચે પૂર્વ નાણા મંત્રીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન ઈડીને આ નિર્દેશ આપ્યા હતા. બેન્ચે આ અપીલ પર સુનાવણી પૂરી કરતાં કહ્યું હતું કે, તેની પર ચુકાદો બાદમાં આપવામાં આવશે.
આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈએ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની ૨૧ ઑગસ્ટે ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ તેમને ૬ સપ્ટેમ્બરે તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યા હતા. એરસેલ મેક્સિસ કેસમાં તેમના દીકરા કાર્તિની સાથે જામીન મળી ચૂક્યા છે. બીજી તરફ, આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આજે ચિદમ્બરમને જામીન આપી દીધા છે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, સીબીઆઈએ ૧૫ મે ૨૦૧૭ના રોજ એક કેસ નોંધ્યો હતો જેમાં આરોપ હતો કે ૨૦૦૭માં તત્કાલીની નાણા મંત્રી પી. ચિદમ્બરમના કાર્યકાળ દરમિયાન વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ દ્વારા આઈએનએક્સ મીડિયા સમૂહને ૩૦૫ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં અનિયમિતતા આચરવામાં આવી હતી. ત્યારબાદ ઈડીએ પણ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.

Related posts

લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ભારત સાથેની મિત્રતા, બ્રિટને મોકલી હાલતી ચાલતી ઓક્સીજનની ફેક્ટરી…

Charotar Sandesh

૧૫ ઓગસ્ટને લઈ દેશનાં તમામ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો…

Charotar Sandesh