Charotar Sandesh
ઈન્ડિયા

JKમાં નવા-જૂનીના એંધાણ : અમરનાથ યાત્રીઓ-પ્રવાસીઓને સ્થળ છોડવા આદેશ…

  • આતંકી હુમલાની આશંકા વચ્ચે અમરનાથ યાત્રા રદ્દ કરાઇ : એડવાઇઝરી જાહેર…
  • સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના રૂટ પર રાયફલ અને પાકિસ્તાનમાં બનેલ સુરંગ મળી આવી,પાકિસ્તાની સેના સતત કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસમાં, સેનાએ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા : સેના

ન્યુ દિલ્હી,
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનું જોખમ મંડરાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર સરકારે એડવાઈઝરી જાહેર કરીને યાત્રા અટકાવી દીધી છે, યાત્રિઓને પાછા મોકલવાની સૂચના આપી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન રાયફલ મળી છે, ત્યારબાદ યાત્રા અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના વધુ ૨૮ હજાર જવાન મોકલવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર સરકારના ગૃહ વિભાગ તરફથી જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ઈનપુટ મળતા અને કાશ્મીરની સુરક્ષા વધારવાના આશયથી અમરનાથ યાત્રિઓ અને પર્યટકોની સુરક્ષાને ધ્યાને લઈ ઘાટીમાં તાત્કાલિક પ્રભાવથી તમામ પ્રકારની યાત્રાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમરનાથ યાત્રિઓને સલાહ આપવામાં આવી છે કે, પોતાના યાત્રાને તુરંત અટકાવી અને જેટલી જલદી બની શકે એટલું જલદી ઘાટી છોડવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની આહટ વચ્ચે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે રાજકીય પક્ષોએ સવાલ ઉઠાવ્યા છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અનેક વાર સર્ચ ઓપરેશન દરમ્યાન બારૂદી સુરંગો વિશે પણ ખ્યાલ આવ્યો કે તેના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યાં. સેનાના અધિકારીએ કહ્યું કે, કશ્મીરમાં ઘાટીમાં સ્થિતિ સુધરી છે અને આતંકીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેઓએ જણાવ્યું કે, અમરનાથ યાત્રીઓ પર સ્નિપર રાઇફલ એટેકની કોશિશ કરવામાં આવી પરંતુ સુરક્ષાદળોએ આવા તમામ પ્રયાસોને નિષ્ફળ કરી દીધાં. જો કે તેઓ હુમલાની યોજના બનાવી રહ્યાં છે કે જેમાં પાકિસ્તાની સેના પણ શામેલ છે.
લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે, ’મારી તમામ માતાઓ અને બહેનોને ભલામણ છે કે ધ્યાન આપો કે આપનું બાળક જો ૫૦૦ રૂપિયા લઇને જો પથ્થર ફેંકે છે તો તે આવતી કાલનો આતંકી છે. પકડવામાં આવેલ અથવા તો મારવામાં આવેલ આતંકીઓમાંથી ૮૩ ટકા આવા જ છે.’ તેઓએ કહ્યું કે, અમરનાથના રસ્તામાં દૂરબીન સાથે સ્નિપર રાઇફલ પણ જપ્ત કરવામાં આવી.
ત્યાર બાદ જમ્મુ અને કશ્મીરના ડીજીપી દિલબાદ સિંહે કહ્યું કે, ’આતંકી જમ્મુ કશ્મીરમાં ઘુસણખોરીની કોશિશ કરતા રહ્યાં છે પરંતુ અમારા સુરક્ષાદળોએ તેને નિષ્ફળ કરી દીધાં. અમે ઇચ્છીએ છીએ કે કશ્મીરના યુવા અમારી સહાયતા કરે અને આતંકવાદીઓની મદદ ન કરે અને તેમના માં બાપ પણ તેને સાચી દિશા આપે. જે લોકો મિલિટેટ્‌સની સાથે મળી ગયા છે તે પણ પોતાના પરિવારની પાસે પરત ફર્યા. તાજેતરમાં જ પુલવામા અને શોપિયાંમાં ૧૦ જગ્યાઓ પર આવી કોશિશ કરવામાં આવી. આ મામલામાં ૭ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં જૈશના આતંકવાદી પણ શામેલ હતાં. તેઓએ કહ્યું કે, પહેલા બ્લાસ્ટ કરનારા બે મિલિટેંટ્‌સની ધરપકડ કરવામાં આવી છે.

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી સરકારે ૧૮ લાખ કરોડ વસુલ્યા : સોનિયા ગાંધી

Charotar Sandesh

આતંકનો સફાયો : સેનાએ વધુ બે આતંકી ઠાર કર્યા, એક જવાન શહિદ…

Charotar Sandesh

ફાઈઝર, બાયોટેકે શરૂ કરી બાળકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ…

Charotar Sandesh