Charotar Sandesh
ગુજરાત ચરોતર

Live : વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે, કેટલી સ્પીડે ફુંકાશે પવન… તે જાણવા ક્લીક કરો

‘વાયુ’ વાવાઝોડું 48 કલાક સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે, 15મીએ દ્વારકાના દરિયામાં સમાઈ જશે

લાઈવ જોવા ક્લીક કરો…

https://www.windy.com/?25.195,77.783,6

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 165 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે. જ્યાં 16મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.

165 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે: અરબી સમુદ્રમાં વેરાવળથી 340 કિમી દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બપોરે 12 વાગ્યાની સ્થિતિએ windy.com મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ 13 જૂન વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યે 165 કિમીની ઝડપે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે. સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોલ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે. ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર, સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે.

– 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે

Related posts

જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા આણંદ-વિદ્યાનગરમાં ખાસ અભિયાન શરૂ : રૂા.૫૮૫૦નો દંડ વસૂલ કરાયો…

Charotar Sandesh

ડાકોર મંદિરમાં કોરોનાના વધતા કેસને લઈ દર્શનના સમયમાં થયો ફેરફાર…

Charotar Sandesh

રાજ્યના ૧૯ પોલીસકર્મીઓને મેડલ અને બે જવાનને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ અપાશે..

Charotar Sandesh