Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

‘Sacred Games-2’ નો પ્રોમો લોન્ચ, આ 2 નવા સ્ટાર્સની થશે એન્ટ્રી

Netflixની જાણીતી ભારતીય વેબ સીરિઝ Sacred Gamesની બીજા સીઝનનો એક પ્રોમો સામે આવી ગયો છે. પ્રોમોને જોઇને વેબ સીરિઝ અંગે માહિતી મળી આવે છે કે બીજી સીઝનમાં રણવીર શૌરી અને કલ્કિ કોચલીન પણ સ્ટારકાસ્ટ તરીકે હશે. સોમવારે Netflixના Sacred Gamesની સીઝન-2નું ટીઝર લોન્ચ કરીને પ્રશંસકોને સરપ્રાઇઝ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર આ પ્રોમો આવતાં જ વાયરલ થયો છે.

નવા પ્રોમોમાં સીરિઝની સ્ટારકાસ્ટમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, પંકજ ત્રિપાઠીની સાથે રણવીર શૌરી અને કલ્કિ કોચલીન નજર આવશે. પ્રોમો શેર કરતી વખતે Netflix દ્વારા લખવામાં આવ્યું છે કે ખેલાડીઓને મળ્યા, આ ખેલાડીઓનો બાપ કોણ છે. સાથે Sacred Gamesનો એક પ્રોમો પણ શેર કરવામાં આવ્યો હતો.

એવી સંભાવના છે Sacred Gamesની બીજી સીઝન જલદી જ રીલિઝ કરવામાં આવશે. પહેલી સીઝન 2018માં આવી હતી. પહેલી સીરિઝને અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીએ મળીને નિર્દેશિત કરી હતી. Sacred Games વિક્રમ ચંદાના ઉપન્યાસ Sacred Games પર આધારિત છે.

સોશિયલ મીડિયા પર આ પ્રોમોને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પ્રશંસકો સારી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાક યુઝર્સ લખી રહ્યાં છે. આલા રે આલા ગાયતોંડે આલા.. ટીઝરમાં નવાઝુદ્દીન સિદ્દકી સૂટબુટમં દેખાઇ રહ્યો છે અને એ જોઇને પણ લોકોમાં બીજી સીઝનની આતુરતા વધી રહી છે. પહેલી સીઝનની જેમ બીજી સીઝનમાં પણ આ વેબ સીરિઝને જબરદસ્ત પ્રતિસાદ મળશે તે નક્કી છે.

Related posts

કોંગ્રેસને મળ્યા નવા બિનગાંધી અધ્યક્ષ : મલ્લિકાર્જૂન ખડગેની થઈ જીત, જુઓ વિગત

Charotar Sandesh

હાઉસફૂલ-૪ ફિલ્મે ધમાલ મચાવી, પ્રથમ દિવસે કરી રૂ. ૧૮.૫૦ કરોડની કમાણી…

Charotar Sandesh

લોકડાઉનમાં એક્ટ્રેસ કંગના રનૌતે ઘરે જ વર્કઆઉટ કરી ઘટાડ્યું ૫ કિલો વજન…

Charotar Sandesh