ધવન ઈજાગ્રસ્ત થતાં હવે ટીમમાં તેની જગ્યાએ ત્રણ ખેલાડીઓના નામ પર ચર્ચા થઈ રહી છે…
નવી દિલ્હી :
વર્લ્ડકપ 2019માં બીજી જ મેચમાં સદી ફટકારનારો બેટ્સમેન શિખર ધવન હવે આગામી મેચોમાં નહીં રમી શકે. ટીમ ઇન્ડિયાને ટૂર્નામેન્ટમાં મોટી આશાઓ હતી, જોકે હવે વિસ્ફોટક બેટ્સમેન ગબ્બરની ગેરહાજરીથી નુકશાન પહોંચી શકે છે. શિખર ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠા પર ઇજા થતાં ત્રણ અઠવાડિયા માટે ટીમ ઇન્ડિયામાંથી બહાર કરાયો છે. ધવન ત્રણ વીક સુધી નહીં રમી શકે. એટલે કે 13 જૂને ન્યૂઝીલેન્ડ અને 16 જૂને પાકિસ્તાન સામે રમાનારી બે મોટી મેચો પહેલો ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ધવન ઈજાગ્રસ્ત થતાં હવે ટીમમાં તેની જગ્યાએ ત્રણ ખેલાડીઓના નામ પર ચર્ચા થઈ રહી છે.
આ ત્રણ ખેલાડીઓમાં અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર અને રિષભ પંતનું નામ સામેલ છે.
રહાણે હાલમાં ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે અને તેને ત્યાં શાનદાર સેન્ચુરી ફટકારી પણ છે. જ્યારે શ્રેયસ અય્યર અને પંતનું નામ પણ આ રેસમાં સામેલ છે.