Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

અખાત્રીજ પહેલા સરકાર સોનાના દાગીનાની ખરીદીનો આ નિયમ બદલે શકે છે

શુદ્ધ સોનાની ઓળખ કરવી હવે સરળ બની શકે છે. કન્ઝ્યુમર અફેયર્સ મંત્રાલય હવે 20 કેરેટ જ્વેલરી અને 24 કેરેટ બુલિયન માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરી શકે છે. અત્યાર સુધી માત્ર 14, 18, અને 22 કેરેટ સોનાં માટે જ હોલમાર્કિંગ ફરજિયાત હતી. હવે નવાં બે સ્લેબ 20 અને 24 કેરેટને પણ તેમાં જોડવાની તૈયારી સરકાર કરી રહી છે. આના માટે DIPP અને નીતિ આયોગે પોતાની સલાહ 30 એપ્રિલ સુધીમાં આપવાની રહેશે. જો બંને તરફથી કોઇ મોટો ફેરફાર ન આવ્યો તો 7 મે એટલે કે અખાત્રીજ પહેલા આ નિયમને લાગુ કરી દેવામાં આવશે.

BIS હોલમાર્ક  સોનું અને ચાંદીની શુદ્ધતાને પ્રમાણિત કરવાની એક પ્રણાલી છે. BIS નું આ ચિહ્ન પ્રમાણિત કરે છે કે દાગીના ભારતીય માનક બ્યુરોના સ્ટાન્ડર્ડ પર ખરું ઉતરેલું છે. માટે સોનું ખરીદતાં પહેલા સુનિશ્ચિત કરવામાં આવે કે દાગીના પર BIS હોલમાર્ક છે કે નહીં.

જો સોના પર હોલમાર્ક હોય તો તેનો મતલબ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે, પરંતુ ઘણાં જ્વેલર્સ વિના તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના હોલમાર્ક લગાવે છે. એવામાં એ જરૂરી છે કે હોલમાર્ક અસલી છે કે નહીં.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૬,૬૦૪ કેસો, રિકવરી રેટ ૯૪% વધુ…

Charotar Sandesh

ચોથા ચરણના મતદાનમાં આ બોલિવુડ સ્ટાર્સ અને અન્ય હસ્તીઓએ કર્યું મતદાન

Charotar Sandesh

ગુજરાત-દેશ-દુનિયામાં શું થઈ રહ્યું છે ? સાંજના લેટેસ્ટ સમાચાર વાંચો એક ક્લિક ઉપર

Charotar Sandesh