Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈસીસી ટી-૨૦ રેન્કિંગ : દિપક ચહરનો દબદબો, બોલર્સ રેન્કિંગમાં ૪૨મા સ્થાને પહોંચ્યો…

ન્યુ દિલ્હી : ભારતીય ફાસ્ટ બોલર દિપક ચહરે રવિવારે બાંગ્લાદેશ સામે વર્લ્ડ રેકોર્ડ પ્રદર્શન કરતાં ૭ રન આપીને ૬ વિકેટ લીધી હતી. તેને આનાથી ૮૮ સ્થાનનો ફાયદો થયો છે અને તે બોલર્સ રેન્કિંગમાં ૪૨મા સ્થાને પહોંચી ગયો છે. જોકે બોલર્સ રેન્કિંગમાં સ્લો-બોલર્સનો દબદબો રહ્યો છે. ટોપ-૯માંથી ૮ સ્પિનર્સ છે. રાશિદ ખાન ૭૫૭ પોઈન્ટ્‌સ સાથે નંબર ૧ અને મિચેલ સેન્ટનર ૭૦૦ પોઈન્ટ્‌સ સાથે વર્લ્ડ નંબર ૨ બોલર છે. રવિવારે દિપક ચહર ભારત માટે ટી-૨૦માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો હતો. તેના પ્રદર્શન થકી ભારતે ૨-૧થી સીરિઝ પોતાના નામે કરી હતી.
રોહિત શર્મા બેટ્‌સમેન રેન્કિંગમાં સાતમા સ્થાને છે. તેના પછી લોકેશ રાહુલનો નંબર આવે છે. રાહુલે રવિવારે ૫૨ રન કર્યા હતા અને એક સ્થાનના ફાયદા સાથે આઠમા સ્થાને આવ્યો છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન ૭૮૨ પોઈન્ટ્‌સ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો કપ્તાન આરોન ફિન્ચ ૮૦૭ પોઈન્ટ્‌સ સાથે બીજા સ્થાને છે. બાબર આઝમે પોતાનો નંબર ૧ રેન્ક જાળવી રાખ્યો છે, તે ૮૭૬ પોઈન્ટ્‌સ સાથે પ્રથમ સ્થાને છે. ભારત સામેની નિર્ણાયક મેચમાં ૮૧ રનની ઇનિંગ્સ મોહમ્મદ નઇમ, ઇંગ્લેન્ડના જોની બેરસ્ટો સાથે સંયુક્તપણે ૩૮મા સ્થાને છે.
પાકિસ્તાન ૨૭૦ પોઈન્ટ્‌સ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયા ૨૬૯ પોઈન્ટ્‌સ સાથે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. ત્રણેય ટીમ વચ્ચે પાંચ-પાંચ પોઈન્ટ્‌સનો જ અંતર છે.

Related posts

આઈપીએલ ન રમવાના કારણે ૨૦૨૧ની સિઝનમાંથી પણ બહાર થઇ શકે છે રૈના-હરભજન

Charotar Sandesh

કરિયર દરમિયાન ૧૦-૧૨ વર્ષ સુધી તણાવનો સામનો કર્યો : સચિન તેંડુલકર

Charotar Sandesh

વર્લ્ડ કપ Live : વરસાદને કારણે અટકી મૅચ, શું કહે છે નિયમો ?

Charotar Sandesh