Charotar Sandesh
ઈન્ડિયા ઓટો બિઝનેસ

ઓટો સેકટર માટે આશાનું કિરણ : ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બરમાં વેંચાણ વધ્યુ…

સારો વરસાદ-ફેસ્ટીવલ સીઝન પર ઓટો સેકટર માટે નવો આશાવાદ : જોકે ગત સાલની સરખામણીમાં 9% નો ઘટાડો છે…

નવી દિલ્હી : લાંબા વખતથી વેચાણ ઘટાડા તથા મંદીના પડકારનો સામનો કરતાં ઓટોમોબાઈલ ઉદ્યોગને આશાનું નવુ કિરણ નજરે ચડયુ છે. ગત વર્ષની સરખામણીએ સપ્ટેમ્બરમાં વાહનોનું વેચાણ ઘટયુ જ છે. છતાં ઓગસ્ટની સરખામણીએ વેચાણનાં આંકડા સારા આપ્યા છે.
સપ્ટેમ્બર મહિનામાં વાહન વેચાણ પર બે મોટા કારણોની અસર હતી. જીએસટી કાઉન્સીલની બેઠકમાં વાહનો પરનો વેરો ઘટશે તેવી અટકળો હતી એટલે ગ્રાહકોએ ખરીદીની યોજના ઢીલમાં મુકી હતી. ત્યારબાદ શ્રાધ્ધ શરૂ થઈ જતા ખરીદી ટાળવામાં આવી હ્તી.ઓટો ઉદ્યોગનાં અંદાજ મુજબ સપ્ટેમ્બરમાં મુસાફર વાહનોનું વેચાણ 223000 યુનિટ થયુ હતું. જોકે ઓગસ્ટની સરખામણીએ હોલસેલ વેચાણ 13 ટકાની વૃધ્ધિ સુચવે છે.
સપ્ટેમ્બરમાં મારૂતીનું વેચાણ 27.1 ટકા ઘટીને 110454 યુનિટ નોંધાયું છે છતાં ઓગસ્ટની સરખામણીએ 18.5 ટકા વધુ છે. કંપનીનાં મેનેજીંગ ડાયરેકટર કેનીચી આયુકાવાએ કહ્યું કે નકકર રીકવરી આવવામાં સમય લાગશે છતા ટ્રેંડ પલટાઈ રહ્યો છે. ગત વર્ષ કરતાં માર્કેટમાં બદલાવ છે.ઓગસ્ટ કરતા સપ્ટેમ્બર સારો રહ્યો છે. ઓકટોબર મહિનો તેનાથી પણ સારો, રહેવાનો વિશ્ર્વાસ છે.
હુંડાઈ મોટર્સનાં વેચાણમાં 14.8 ટકાનો ઘટાડો છે. હીરો મોટોના વેચાણમાં 20.4 ટકા તથા હોન્ડા મોટર સાયકલનાં વેચાણમાં 12.6 ટકાનો ઘટાડો છે.

Related posts

દક્ષિણ ભારતમાં ૯૭ ટકા વરસાદનું અનુમાન, કેરળમાં ચોમાસુ ૬ જૂને પહોંચે તેવી સંભાવના…

Charotar Sandesh

ભારતમાં કોરોનાએ વેગ પકડ્યો : એક જ દિવસમાં ૨૨ હજારથી વધુ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh

સમગ્ર ઉત્તરપ્રદેશમાં રવિવારે લોકડાઉન, માસ્ક વગર પકડાશો તો રૂ.૧૦,૦૦૦ દંડ

Charotar Sandesh