Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

જમ્મૂ-કાશ્મીરને સ્વર્ગ બનાવવા મોદી-શાહે ૪ સૂત્રી લોન્ગ ટર્મ પ્લાન બનાવ્યો…

આ પ્લાનમાં મિલિટ્રીથી લઇ મૌલાના સુધીના તમામનો સમાવેશ કરાયો…

ન્યુ દિલ્હી,
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે સૌથી વધુ મોટો પડકાર છે કે જમ્મુ કાશ્મીરમાં કેમ શાંતિ આવે. સરકાર તે માટે પુરી રીતે કટિબદ્ધ પણ છે. જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવાયા બાદ લાદવામાં આવેલ કડક પ્રતિબંધ પણ ધીમેધીમે હટાવવામાં આવ્યા છે. શુક્રવારે મોડી રાતથી કેટલાય વિસ્તારોમાં ફોન સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે.
સોમવારથી કેટલાય વિસ્તારોમાં શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે. બધી વાતને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય કરવા માટે ૪ સૂત્રી લોન્ગ ટર્મ પ્લાન બનાવવામાં આવ્યો છે , જેમાં મિલિટ્રીથી લઇને મૌલાના સુધીના તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે જમ્મુ કાશ્મીરના નેતોઓની નજરબંધી પુરી રીતે ખતમ કરવામાં આવશે નહીં. પ્લાન મુજબ સરકાર સમય અને જરુરીયાતના હિસાબથી પણ હુરિયત અને મુખ્ય ધારાના નેતાઓને નજર બંધ કરતી રહેશે. સરકારને આશંકા છે કે નેતા જનતાને પ્રભાવિત કરી શકે છે.
બીજી તરફ પથ્થરબાજો અને હિંસક પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા માટે ‘કમ્યુનિટી બોન્ડ’ રણનીતિ પર કામ કરવામાં આવશે. જ્યાં સુધી સર્વે કરવામાં આવ્યો છે ત્યાં સુધી પથ્થરબાજોમાં જોવા મળતી ભીડમાં સૌથી વધુ ૧૫ થી ૧૬ વર્ષની ઉંમર ધરાવતા બાળકો હોય છે. આ રણનીતિ દ્વારા પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવશે નહીં પરંતુ તેમના પરિવારજનો અને સગા સંબંધી પાસેથી એક બોન્ડ પર હસ્તાક્ષર કરાવવામાં આવશે જેમાં તેઓ સમજાવી શકે.
ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો છે કે, બોર્ડર પર આવતા આતંકીઓ પર લગામ લગાવવી પડશે. જેના માટે સરકારે નક્કી કર્યું છે કે, લાઇન ઓફ કંટ્રોલ (LoC) જ્યાંથી પાકિસ્તાની આતંકીઓ કાશ્મીરમાં પ્રવેશે છે ત્યાં સેના ખડકી દેવામાં આવશે.
આ સાથે જ સરકાર પંજાબ અને જમ્મુની સીમા સુરક્ષા કરવાની પણ યોજના વિચારી રહી છે. ચોથુ સરકાર તે મૌલાનાઓની ઓળખ અને દેખરેખ કરશે જેઓ હિંસા અને અશાંતિ ફેલાવે છે. પોલીસ અઘિકારી આવી કોઇપણ વ્યક્તિ સાથે કડક વર્તન કરીને તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરશે.

Related posts

હૈદરાબાદમાં મેઘતાંડવ, ૧૧ લોકોનાં મોત, નીંચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન…

Charotar Sandesh

કોરોના કેસો વધતા મણિપુરમાં ૧૦ દિવસનું લોકડાઉન લાગુ કરાશે

Charotar Sandesh

ભારતને ૮ ઉચ્ચ ક્ષમતાવાળાં ઓક્સિજન જનરેટર અને વેન્ટિલેટર આપશે ફ્રાન્સ…

Charotar Sandesh