Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

નફરત ફેલાવતા નિવેદનો આપનારાના મોઢા પર ચૂંટણીપંચે તાળા મારી દેવા જાઇએ મોદી-અમિત શાહના પ્રચાર પર પણ પ્રતિબંધ લાગવો જાઈએઃ કોંગ્રેસ

યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી પંચે લાદેલા પ્રતિબંધ બાદ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કÌšં છે કે આવી ફરિયાદ અમે વડાપ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ પણ કરી હતી. વાયનાડ ખાતે વડાપ્રધાન મોદીએ કÌšં હતું કે આવી જગ્યાથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે ત્યાં બહુસંખ્યક, અલ્પસંખ્યક છે. અમિત શાહે કÌšં હતું કે, જુલૂસ નીકળે છે ત્યારે ખબર પડે છે કે, ભારતમાં નીકળ્યું છે કે પાકિસ્તાન. અમિત શાહ અને મોદીના આવા નિવેદનોને કારણે તેમના પર પણ પ્રતિબંધ લાગવો જાઈએ.
તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને ફક્ત એક નોટિસ મળી છે જે એક સામાન્ય કાયદાકીય પ્રક્રિયા છે. જેનો અમે જવાબ આપી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીના અભિપ્રાયને વધારી-વધારીને દેશ સમક્ષ રજૂ કરી રહી છે. કોંગ્રેસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર લાગેલા પ્રતિબંધ પર ખુશી વ્યક્ત કરતા કÌšં કે, ‘નફરત ફેલાવતા નિવેદનો આપનારાના મોઢા પર ચૂંટણી પંચે તાળા મારી દીધા છે. ’
કોંગ્રેસના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે અમારી ફરિયાદ પર જ ચૂંટણી પંચે યોગી આદિત્યનાથ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ‘યોગી આદિત્યનાથ અને ભાજપમાં રહેલા અન્ય કેટલાક લોકો પોતાના બંધારણીય પદનો દુરુપયોગ કરી રહ્યા છે. હવે તેમના પર આંશિક રીતે પ્રતિબંધ લાગી ગયો છે.

Related posts

૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૯૬૩૩ પોઝિટિવ કેસ : ૨૬૦ના મોત

Charotar Sandesh

હમણાં તો નહિ જ અટકે : પેટ્રોલમાં ૩૪ પૈસા અને ડિઝલમાં ૩૦ પૈસાનો વધારો…

Charotar Sandesh

જૂનના પહેલા અઠવાડિયાથી ખુલવા લાગશે દેશ, સાવચેતી રાખવી જરૂરી…

Charotar Sandesh