Charotar Sandesh
ગુજરાત

બનાસકાંઠામાં ૪૩.૧૪ લાખની ડુપ્લીકેટ નોટ સાથે રાજસ્થાની યુવક ઝડપાયો

બનાસકાંઠાના પાલનપુર ખાતેથી પોલીસે ડુપ્લીકેટ નોટો સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ચૂંટણીના માહોલની વચ્ચે આ શખ્સ પાસેથી પોલીસ રૂપિયા ૪૩.૧૪ લાખની માતબર રકમની નકલી નોટો ઝડપી પાડી છે. આ શખ્સ ખાનગી બસમાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેની પાસેથી નકલી ચલણી નોટો મળી આવી હતી.
પ્રાપ્ત અહેવાલો મુજબ, આ શખ્સ રાજસ્થાની છે, અને તે પોતાના ખાનગી વાહનમાં રાજસ્થાનથી પાલનપુર આવી રહ્યો હતો. ચૂંટણીના માહોલના કારણે સઘન પોલીસ પહેરો હોવાથી આ શખ્સ ઝડપાઈ આવ્યો હતો. પોલીસે આ વ્યÂક્તની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી છે. બનાસકાંઠ પશ્ચિમ પોલીસે આ વ્યÂક્ત પાસે ખાનગી નોટો કબ્જે કરીને તેની વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
પાલનપુર પોલીસે આ મામલે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ છે. આજે સાંજે ૪.૦૦ વાગ્યા જિલ્લા પોલીસ વડા આ સમગ્ર કૌભાંડની માહિતી આપશે. આ વ્યÂક્ત ખાનગી લક્ઝરીમાં આવી રહ્યો હતો ત્યારે ચૂંટણીની આચારસંહિતાના લીધે ગોઠવાયેલા વાહન ચેકિંગ દરમિયાન લક્ઝરી બસના મુસાફર પાસેથી આ ચલણી નોટો મળી આવી હતી.

Related posts

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે : હવામાન વિભાગ

Charotar Sandesh

ગુજરાત પેટાચૂંટણી : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપે આપી ટિકિટ…

Charotar Sandesh

ભૂજની ભાગોળે ત્રિપલ અકસ્માતમાં ૧૧ના મોત, ૫ ગંભીર

Charotar Sandesh