અમિતાભ બચ્ચને પોતાની બીમારીને લઈને મીડિયામાં ચાલી રહેલ ખબર પર શનિવારે મૌન તોડ્યું. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર લખ્યું. હોસ્પિટલમાં એડમિટ થવાના ન્યૂઝને લઈને અમિતાભે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આને શોષણ બતાવ્યું અને સામાજિક રૂપથી ગેરકાયદેસર ગણાવ્યું.
અમિતાભે લખ્યું કે, ‘મહેરબાની કરીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશનના કોડને તોડો નહીં. બીમાર પડવું અને ઈલાજ કરાવો એ વ્યક્તિનો ગોપનીય હક છે. આ શોષણ છે અને તેનો ધંધાકીય વપરાશ કરવો સામાજિક રૂપથી ગેરકાયદેસર છે. સમ્માન કરો અને વાતને સમજો. દુનિયામાં દરેક વસ્તુ વેચવા માટે નથી હોતી.’
બિગ બીએ બ્લોગમાં એ લોકોનો આભાર માન્યો જેમણે તેમની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે લખ્યું કે, ‘મારો પ્રેમ અને આભાર એ દરેકને જેમને મારા માટે પ્રાર્થના કરી.’ બ્લોગમાં તેમણે પોતાના ચાહકોના ફોટો શેર કર્યા છે અને આરાધ્યા સાથેના ફોટો પણ શેર કર્યા છે. તેમન ૭૭મા જન્મદિવસ પર તેમના ઘર જલસાની બહાર ઉમટેલ ફેન્સની ભીડની તસવીરો પણ શેર કરી છે.