Charotar Sandesh
ગુજરાત

રાજ્યની ગ્રાન્ટેડ-સરકારી ૪૦ હજાર શાળાઓમાં ૧ સપ્ટેમ્બરથી ઓનલાઇન હાજરી પુરાશે…

રાજ્યની ૪૦ હજાર જેટલી સરકારી શાળાઓ ને ઓનલાઈન કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. અને આગામી દિવસોમાં રાજ્યની તમામ શાળાઓની વહીવટી કામગીરી ઓનલાઇન કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી શાળાના એક આચાર્ય નો રોજ નો દોઢ કલાક કલેરીકલ વર્કમા જતો હતો પરંતુ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થતાં રોજના ૫૦ હજાર થી વધુ માનવ કલાકો બચશે તેવું શિક્ષણ વિભાગના તજજ્ઞોનું માનવું છે. તો બીજી તરફ શાળાઓ ઓનલાઈન થતાંજ આચાર્યોને પણ વધારાના કલેરીકલ કાર્યો માથી મુક્તિ મળશે. પરિણામે શૈક્ષણિક કાર્યોમા વધુ સમય આપી શકશે અને શિક્ષણનું સ્તર ઉંચુ આવશે તેમ મનાઈ રહ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતીમુજબ કે રાજ્ય સરકાર દ્વારા સરકારી ૪૦,હજાર શાળાઓ ઉપરાંત આશ્રમ શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, અને સરકારી તમામ શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે જે ની વિધિવત જાહેરાત આગામી ૫ સપ્ટેમ્બર અથવા તેની આસપાસ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે રાજ્ય સરકાર શિક્ષકોની ગેરહાજરીની ફરિયાદો નું નિવારણ કરવા ઓનલાઇન હાજરી નો સફળ પ્રોજેકટ અપનાવ્યા બાદ હવે રાજ્યનો શિક્ષણ વિભાગ સરકારી શાળાના તમામ કામકાજ ઓનલાઇન કરવાની દિશામાં આગળ વધશે. મનાઇ રહ્યું છે કેવર્તમાન સ્થિતિએ જોઈએ તો સરકારી શાળાના મુખ્ય શિક્ષકને વહીવટી ચોપડા ચિતરવાનુ કામ જ એટલુ રહેતુ હતું કે તેમની જેના માટે નિમણુંક થઇ છે તેવા શિક્ષણ પાછળ જ તે સમય નહોતા આપી શકતા. પરંતુ સરકાર દ્વારા સમગ્ર સિસ્ટમ ઓનલાઈન કરવાની નેમ થી હવે વેડફાતો સમય અને તેના કલાકોનો બચાવ થશે.

Related posts

લોકગાયિકા ગીતા રબારીને ઘરેબેઠાં વેક્સીન અપાતા વિવાદ, કર્મચારીને નોટીસ…

Charotar Sandesh

૧૮ થી ૪૪ ની વયના નાગરિકોના રસીકરણમાં પ્રથમ સ્થાને ગુજરાત…

Charotar Sandesh

પારસી એક શાંતિ પ્રિય કોમ છે જે દૂધમાં સાંકરની જેમ ભળી ગયા છે : વિજય રૂપાણી

Charotar Sandesh