Charotar Sandesh
સ્પોર્ટ્સ

વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશીપ : ૧૪ વર્ષના ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદાએ ગોલ્ડ જીત્યો…

ભારતે ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા…

મુંબઇ : ૧૪ વર્ષના આર.પ્રજ્ઞાનંદાએ શનિવારે વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપમાં અંડર ૧૮ ઓપન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ચેન્નાઈના ૧૪ વર્ષના આ ગ્રાન્ડમાસ્ટરે ૧૧માં અને છેલ્લા રાઉન્ડમાં જર્મનીના વાલન્ટિન બકલ્સને ડ્રો ખેંચ્યો જેના કારણે ૯ અંક લઈને તે ટોચ પર રહ્યો. ભારતે આ ગોલ્ડ ઉપરાંત અન્ય ૬ મેડલ મેળવ્યાં જેમાં ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ સામેલ છે.
ચેમ્પિયનશીપ ભારત માટે ખુબ સારી રહી. ભારતીય ખેલાડીઓએ કુલ ૭ મેડલ મેળવ્યાં. ઉલ્લેખનીય છે કે ભારતના આર પ્રજ્ઞાનંદા દેશના સૌથી યુવા અને વિશ્વના બીજા સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર છે. પ્રાગનાનંદા ૧૨ વર્ષ, ૧૦ મહિના અને ૧૩ દિવસની ઉમરમાં જ ગ્રાન્ડ માસ્ટર બન્યો હતો. તેણે ઈટલીમાં ગ્રેનડાઈન ઓપનના અંતિમ રાઉન્ડમાં પહોંચીને આ ઉપબલ્ધિ મેળવી હતી.
અત્રે જણાવવાનું કે ઉક્રેનના સર્ગેઈ કાર્ઝાકિન અત્યારે સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર છે. તેણે ૨૦૦૨માં ૧૨ વર્ષ સાત મહિનામાં આ ઉપલબ્ધિ મેળવી હતી.

Related posts

આઇપીએલ-૨૦૨૧ : રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ સાથે જોડાયો…

Charotar Sandesh

મેસીએ ૭૬૭ મેચ રમવાના ઝેવિયર હર્નાન્ડેઝના રેકોર્ડને તોડયો…

Charotar Sandesh

લોકડાઉનમાં સહેવાગે પોસ્ટ કરેલો વિડીયો થયો વાયરલ…

Charotar Sandesh