Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત

સંવેદનશીલ સરકારમાં ચાલતી BRTS બસો બેફામ…! સલામત સવારી કે મોતની સવારી..?

હવે ટ્રાફિક પોલીસે સીસીટીવી કેમેરા દર ચાર રસ્તે મુક્યા છે તો એમાં પ્રાઇવેટ વાહનની સ્પીડ કેચપ થાય તો બીઆરટીએસની સ્પીડ કેમ કેમેરામાં દેખાતી નથી..? હવે સવાલ એ છે કે બીઆરટીએસની સવારી કે પછી મોતની સવારી…? વિકાસની ગતિએ ચાલતી બીઆરટીએસ બસને હવે સરકારે રોક લગાવી જોઈએ..? કે પછી સરકાર કોઈ અલગ નિયમ બનાવશે..?

ગુજરાતમાં વિકાસના નામ સાથે બીઆરટીએસ જનમાર્ગનું નામ સામેલ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડાયરીમાં એક છબી બીઆરટીએસ સીટી બસની પણ છે. આજે આ બીઆરટીએસ સેવાને ઘણા વર્ષો થી ચાલે છે પરંતુ આ વર્ષોમાં ઘણા કિસ્સાઓ બીઆરટીએસના કારણે એક્સીડેન્ટના અને મોતના જોવા મળ્યા છે, જેમાં આજે ફરી એક વાર અમદાવાદના બે સગા ભાઈઓને આ બીઆરટીએસ બસના ડ્રાઇવરે મોતના ઘાટ ઉતારી દીધો. અને ગઈ કાલે સુરતમાં એક જ પરિવારના ત્રણ લોકોનું જીવ લીધો હતો. આ ઘટના અમદાવાદ યુનિવર્સીટી પાંજરાપોળ પાસે બની. જ્યા તે બે ભાઈ જયેશ અને નયન પોતાની બાઇક ઉપર સવારે નોકરી ઉપર જતા હતા તે સમય જ બીઆરટીએસ બસે ટક્કર મારી જેનાથી બે ભાઈઓની ઘટના સ્થળે જ મોત થઈ ગયા. એમ જ ગઈ કાલે સુરતમાં બીઆરટીએસ બસે ૩ લોકોનો ભોગ લીધો હતા. આજે છેલ્લા ૫ વર્ષમાં બીઆરટીએસ બસના કારણે ઘણા લોકો મોતને ભેટ્યા છે. જેમાં બીઆરટીએસ એક્સીડેન્ટની ગણતરી કેમ નથી..? આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિવારજોને શાંત કરવાના પ્રયત્નો કર્યા.

જનમાર્ગમાં વર્ષ ૨૦૧૫માં ઘટના ૫૯૯ અને ૧૩ ની મોત, ૨૦૧૬  ૧૨૦ ઘટના ૩ની મોત, ૨૦૧૭માં ૧૪૦ ઘટના ૭ની મોત, ૨૦૧૮માં ૨૦૦ ઘટના ૪ની મોત જ્યારે ૨૦૧૯માં ૧૦૧ ઘટના સાથે ૬ની મોત થઈ છે. આટલા અકસ્માત છતાં આજ દિન સુધી કેમ ટ્રાફિક પોલીસ અને એએમસીએ કોઈ કાર્યવાહી કર નથી…? નિયમ બધા માટે એક સમાન છે પરંતુ બીઆરટીએસ માટે અલગ નિયમની જોગવાઈઓ છે જેના કારણે બીઆરટીએસ ડ્રાઈવર કોઈ દિવસ બ્રેક મારવામાં રસ લેતા નથી અને ડાયરેક્ટ બસને અન્ય વાહન સાથે અથડાઈ દે છે જેના કારણે આજે મોતનો આંકડો વધ્યો છે. જ્યારે હવે ટ્રાફિક પોલીસે સીસીટીવી કેમેરા દર ચાર રસ્તે મુક્યા છે તો એમાં પ્રાઇવેટ વાહનની સ્પીડ કેચપ થાય તો બીઆરટીએસની સ્પીડ કેમ કેમેરામાં દેખાતી નથી..? હવે સવાલ એ છે કે બીઆરટીએસની સવારી કે પછી મોતની સવારી…? વિકાસની ગતિએ ચાલતી બીઆરટીએસ બસને હવે સરકારે રોક લગાવી જોઈએ..? કે પછી સરકાર કોઈ અલગ નિયમ બનાવશે..? કે જેથી અકસ્માતમાં ઘટાડો થાય, હાલ તો મુસાફરોમાં બીઆરટીએસના અસકમાતો જોઈને વ્યાપક પ્રમાણમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

(જી.એન.એસ.- રવિન્દ્ર ભદોરીયા)

Related posts

જળસપાટીમાં વધારો નોંધાતા નર્મદા ડેમના દરવાજા ખોલી નંખાયા

Charotar Sandesh

જામનગર વિધાનસભાની ત્રણ બેઠક પર હાર્દિક પટેલ અમદાવાદથી રાજકોટ હેલિકોપ્ટરમાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

Charotar Sandesh

અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફર પાસેથી ૪.૨૧ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું, જુઓ વિગત

Charotar Sandesh