Charotar Sandesh
ચરોતર

હવે જાહેર વિતરણ વ્યવસ્થામાં આધાર ઓળખ કરીને જ જથ્થો આપવા આણંદ જીલ્લા પુરવઠા વિભાગની ઝુંબેશ

સમગ્ર જીલ્લામાં આધાર વેરીફાઈ  વગરનું વિતરણ એપ્રિલમાં 18.37 % મેં માસમાં 12.25% અને જૂનમાં 7.51% બે માસમાં 11%નો ધરખમ ઘટાડો…

રાજ્યમાં એપ્રિલ 2016થી અમલ થયેલ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા મુજબ રેશનકાર્ડ ધારકોને આધાર નંબર  લિંક કરાવવું ફરજીયાત છે, આ નિયમને 0%  જવા માટે આણંદ જિલ્લા પુરવઠા વિભાગે ઝુંબેશ શરુ કરી છે, આ અંગે પુરવઠા અધિકારી ગોપાલ બામણીયાએ  જણાવ્યું હતું કે NFSA ના લાભાર્થીઓ પૂરતો અને સમયસર જથ્થો મળી રહે તે માટે આણંદ પુરવઠા શાખા દવારા શરુ કરેલ ઝુંબેશના ભાગરૂપે  લક્ષિત જાહેર  વિતરણ વ્યવસ્થા આધાર ઓળખ આધારિત જ કરવા સમજૂતી કરી જીલ્લાના  નવ તાલુકાઓના દુકાનદારો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, તેના પરિણામ સ્વરૂપ એપ્રિલ માસમાં સમગ્ર જિલ્લામાં આધાર વેરીફાઈ થયા વગરનું વિતરણ 18.37% હતું, જે માસ માં ઘટીને 12.25% થયું હતું અને જૂનમાં 7.51% થતા બેમાસના ગાળામાં 11%નો ધરખમ ઘટાડો થયેલ છે.

વધુમાં તેઓએ જણાવેલ કે જીલ્લા કલેકટર દિલીપકુમાર રાણાની સૂચનાથી જૂનમાસમાં 226 વ્યાજબી ભાવની દુકાનદારો ને આધાર વિતરણ વ્યવસ્થામાં ગંભીર ક્ષતિ હોવાના કારણે નોટિસ આપી રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી છે.

  • આગામી દિવસોમાં રેશનિંગ ધારકોનું ક્રોસ ચેકીંગ કરાવી, દુકાનદારે જો આધાર વગર વિતરણ વ્યવસ્થા કરી હશે તો સખ્ત પગલાં લેવાશે…

લેખન-નિમેષ પીલુન

Related posts

આણંદ જીલ્લામાં કોરોનાનો કહેર વધ્યો : પીપળાવ ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન…

Charotar Sandesh

જીવન જીવવું અસહ્ય લાગતા નદીમાં મોતની છલાંગ લગાવવા જતી મહિલાને બચાવાઈ…

Charotar Sandesh

આણંદ ખાતે નવ જિલ્લાના ખેડૂતો માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વર્કશોપ યોજાયો…

Charotar Sandesh