Charotar Sandesh
ઈન્ડિયા

હવે મોબાઈલ નંબર આરસી બુક અને ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે લિંક કરવું ફરજિયાત બનશે…

વાહન રજિસ્ટ્રેશન માટે હવે મોબાઈલ નંબર ફરજિયાત બનશે..

ન્યુ દિલ્હી : હવે વાહનોના દસ્તાવેજો એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી), ડ્રાઈવિંગ લાઈસન્સ (ડીએલ), પોલ્યૂશન સર્ટીફિકેટને મોબાઈલ નંબર સાથે લિંક કરવા ફરજિયાત બનાવવામાં આવશે. આ નિયમ એક એપ્રિલ ૨૦૨૦થી લાગુ થશે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક અધિસૂચના જાહેર કરીને લોકોના સૂચન માંગવામાં આવ્યા છે.
આ મામલે ૩૦ દિવસની અંદર એટલે કે ૨૯ ડિસેમ્બર સુધી લોકો તેમના સૂચન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને મોકલી શકશે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે બુધવારે કેન્દ્રીય કેબિનેટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને મંજૂરી આપી છે. આ બિલનો હેતુ પબ્લિક અને પ્રાઈવેટ કંપનીઓ માટે પર્સનલ ડેટાને રેગ્યુલર કરવાનો છે.
માનવામાં આવે છે કે, વાહનના દસ્તાવેજો સાથે માલિકનો મોબાઈલ નંબર લિંક હોવાથી ગાડી ચોરાઈ હોય ત્યારે માહિતી મેળવવામાં સરળતા રહે છે. વાહન દસ્તાવેજો સાથે મોબાઈલ નંબર લિંક હોવાથી ગાડી ચોરાયા સમયે, ખરીદ-વેચાણમાં અંકુશ લગાવવામાં મદદ મળે છે.
વાહન ડેટા બેસમાં મોબાઈલ નંબર નોંધાયેલા હોવાથી જીપીએસ સિવાય મોબાઈલ નંબરની મદદથીકોઈ પણ વ્યક્તિનું લોકેશન પણ મેળવી શકાય છે. તેમાં પણ ખાસ કરીને રોડ એક્સિડન્ટ, ગુનો કર્યા પછી પોલીસ તે વ્યક્તિની તુરંત જાણ મેળવી શકે છે.

Related posts

‘દેશવાસી’ઓ ધ્યાનથી સાંભળો : ‘કોરોના રસી’ મફ્ત નહિં મળે..!

Charotar Sandesh

યસ બેન્કમાં તમામ થાપણદારોના પૈસા સુરક્ષિતઃ નાણાંમંત્રીની હૈયાધારણા

Charotar Sandesh

પ્રધાનમંત્રી FAOની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રૂપિયા ૭૫ના ચલણી સિક્કાનું વિમોચન કરશે…

Charotar Sandesh