Charotar Sandesh
ઈન્ડિયા

હિમાચલ સહિત ઉત્તરાખંડમાં હિમવર્ષા, પહાડો પર સફેદ ચાદર પથરાઇ…

હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો…

શિમલા/દહેરાદૂન : પહાડોમાં સતત થોડી-થોડી સમયનાં અંતરે વરસાદ સાથે હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂના રોહતાંગ પાસે આજે તાજી હિમવર્ષા થઇ છે. જેના કારણે પહાડ પર સફેદ ચાદર પથરાઇ ગયાના દ્રશ્યો સામે આવ્યાં છે.
હાલમાં પડેલ હિમવર્ષાના કારણે મનાલી-લેહ રોડ ભીનો થઇ ગયેલો જોવા મળ્યો છે. ઓક્ટોબરના પ્રારંભથી જ પહાડો પર હિમવર્ષાની સાથે નીચેની જગ્યાઓ પર તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઇ છે.
હિમવર્ષાની શરૂઆત થવાની સાથે જ લોકો પહાડો તરફ ફરવા જવાનું શરૂ કરી દેતા હોય છે. એવામાં શિયાળાની શરૂઆત પહેલા જ હિમવર્ષાના સમાચારથી પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી છે.
એક મળતાં અહેવાલ મુજબ હિમાચલ પ્રદેશ સિવાય ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઇ રહી છે. બદ્રીનાથની પહાડીઓ પર હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે જોશીમઠમાં પણ પહાડીઓ પર સફેદ ચાદર પથરાયેલી જોવા મળી છે. જેના કારણે બદ્રીનાથ અને જોશીમઠમાં શિયાળાએ દસ્તક આપી હોય તેવું લાગી રહ્યું છે.

Related posts

વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યા બાદ શંકરે સોમવારે સપનું સાકાર થયું ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી ઃ વીવીએસ લક્ષ્મણ

Charotar Sandesh

દિલ્હીમાં કોણ આવશે કોણ નહીં, પોલીસ નક્કી કરશે : ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર સુપ્રિમનું નિવેદન…

Charotar Sandesh

ખેડૂત આંદોલનથી રોજ ૩૫૦૦ કરોડ રૂપિયાનુ નુકસાન : ASSOCHAM

Charotar Sandesh