Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠની જ્યુબિલી બોયઝ શાખાને 12 વર્ષ પછી કાયમી આચાર્ય મળ્યા…

ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટ બોયઝ શાખાના નવા  આચાર્ય તરીકે જે.આઈ, પરમારની સરકારશ્રીના આદેશ અનુસાર  નિમણુંક કરવામાં આવી છે, જેના કારણે વર્ષ 2007થી એટલેકે છેલ્લા બારવર્ષથી કાર્યકારી આચાર્ય થી કામકાજ ચલાવાતું હતું,હાલ પણ કાર્યકારી આચાર્ય તરીકે આર.એમ.પટેલ કામકાજ સાંભળી રહયા છે.તેઓ ટૂંક સમયમાં રિટાયર્ડ થવાના હોઈ આ અંગે ટ્રસ્ટ મુંઝવણમાં હતું ,પરંતુ સરકારશ્રીના આદેશ બાદથી અટવાયેલ આચાર્યની ખાલી પડેલી જગ્યાનો પ્રશ્ન હલ થયો છે.

સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટના બૉયઝ વિભાગમાં આચાર્યની જગ્યા ખાલી પડી હતી, જેના કારણે ઇન્સ્ટિટ્યૂટને કાર્યકારી આચાર્યની મદદથી શાળાનો કાર્યભાર ચલાવવો પડતો હતો,આ અંગે સરકારશ્રીના સબંધિત વિભાગને વખતોવખત રજુઆત કરતા આખરે આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે, અને સરકારશ્રીના આદેશ અનુસાર આચાર્ય તરીકે ચિખોદ્રા ખાતે માધ્યમિક શિક્ષક તરીકે સેવા આપતા જે.આઈ.પરમારની અત્રેની બોયઝ શાખામાં આચાર્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે, ડી.ઈ.ઓ આણંદ દવારા  ઓર્ડર આપવામાં આવ્યો હોવાની તેમજ સદર નિમણૂકને ટ્રસ્ટ દ્વારા આવકારવામાં આવ્યાની વધુમાં જાણકારી મળી છે તેમજ ઓગસ્ટ ની પહેલી તારીખથી નવા આચાર્ય  કાર્યભાર સાંભળી લેશે, જોકે તેમને બે માસમાં પોતાની કાર્ય પદ્ધતિ અંગે ટ્રસ્ટનો વિશ્વાસ જીતવો પડશે.

  • લેખન નિમેષ પીલુન

Related posts

આણંદ : ચીખોદરા ચોકડી પાસેથી ૧૩.૪૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ર ઈસમોની ધરપકડ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૯૫ કેસ નોંધાયા : સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ, જાણો

Charotar Sandesh

બ્રેકિંગ : અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ કર્યો વધારો : આવતીકાલથી નવો ભાવ લાગુ, જુઓ વિગત

Charotar Sandesh