Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ટિકટોક વીડિયોની મોસમ જામી… મહેસાણા બાદ હવે અમદાવાદની મહિલા પોલીસકર્મીનો વીડિયો વાયરલ…

અમદાવાદ,
તાજેતરમાં જ મહેસાણાની એક પોલીસકર્મીનો પોલીસ મથકની અંદર બનાવેલો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે મહેસાણા જિલ્લા પોલીસવડા નિલેશ જાજાડીયાએ શિસ્તભંગાના પગલાના ભાગ રૂપે હાલ પૂરતી આ મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી છે. ત્યારે આજે ફરી અમદાવાદની એક મહિલા પોલીસકર્મીનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે.
એક બાજુ શિસ્ત અને ડિસીપ્લીનની વાત કરતી ગુજરાત પોલીસ પણ હવે શિસ્ત ભંગ કરતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. જેમાં આજના યુવક યુવતીઓ તો ટિકટોકના નશામાં ડૂબી ગયા છે. ત્યારે પોલીસ પણ હવે ટિકટોકના નશાથી બાકાત રહી નથી. આજે અમદાવાદના શાહીબાગ મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતી સંગીતા પરમારનો ટિકટોક વીડિયો વાયરલ થયો છે.
સંગીતા પરમારના ટિકટોક એકાઉન્ટમાં સંગીતાએ ઘણા વીડિયો અપલોડ કર્યા છે. જેમાં પોતે પોલીસના ડ્રેસમાં અને પોલીસ મથકની અંદર તથા પોલીસ લોકઅપ પાસે વીડિયો બનાવ્યા છે અને પોતે જ પોતાના ટિકટોક એકાઉન્ટ પર અપલોડ કર્યા છે.
શાહીબાગ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી સંગીતા પરમારનો ટિકટોક વાયરલ થવાના સમાચાર ઝી ૨૪ કલાકે પ્રસારિત મહિલા પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને મહિલા ક્રાઇમ બ્રાન્ચના એસીપી મીની જોસેફ પણ એક્સનમાં આવી ગયા હતા. મહિલા પોલીસની તપાસ હાથ ધરી અને તમામ વીડિયો કબજે કર્યા છે.

Related posts

ન ઘરના ન ઘાટના : આ દિગ્ગજ નેતા સત્તા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા, ને હવે ક્યાંયના ન રહ્યાં

Charotar Sandesh

રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી : સીએમ રૂપાણી

Charotar Sandesh

રુપાણી સરકાર ૧૦ વર્ષ બાદ જંત્રીદરમાં જંગી વધારો કરવાની ફિરાકમાં…

Charotar Sandesh