Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

બીઆરટીએસ બેફામ : યુવકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ…

સુરતના ભટાર રોડ પર આવેલી રૂપાલી નહેર પાસે…

સુરત : સુરતમાં અનેક જીવ લેનારી બીઆરટીએસ બસનાં અકસ્માતનાં અટકવાનું નામ નથી લઈ રહ્યા. સરકાર કોઈ પગલાં ભરી રહી નથી કે ડ્રાઈવરો સેફ્ટીની વાતો સાંભળતા નથી એ તો ખબર નહીં. પણ સુરતમાં વધુ એક બીઆરટીએસ બસના અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરતના ભટાર રોડ પર આવેલી રૂપાલી નહેર પાસે બીઆરટીએસ બસે એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સુરતના ભટાર રોડ પર આવેલી રૂપાલી નહેર પાસેથી યુવક બીઆરટીએસનાં કોરિડોરમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક આવેલી બીઆરટીએસ બસે યુવકને અડફેટે લીધો હતો. બીઆરટીએસ બસની ટક્કરથી યુવક ઉછળીને સીધો નેહરના પાણીમાં પડી ગયો હતો. ત્યારે નજીકમાં હાજર રહેલાં લોકો દોડી આવ્યા હતા, અને યુવકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીઆરટીએસ બસનાં આ અકસ્માતને કારણે લોકો રોષે ભરાયા હતા. અને બીઆરટીએસ બસ પર પથ્થરમારો કરી દીધો હતો.
બીઆરટીએસ ડ્રાઈવર સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, યુવક અચાનક બસ સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો, પરંતુ એક વાત તો છે કે અત્યાર સુધી બીઆરટીએસ બસ અને સિટી બસની અડફેટે ૪૦ જેટલાં લોકો આવી ગયા છે અને જીવ પણ ગુમાવી ચૂક્યા છે. સ્પીડ નિયંત્રણની વાત માત્ર કાગળ પર દેખાઈ રહી છે. કારણ કે સમયાંતરે અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.

Related posts

અમદાવાદમાં કોરોનાનો કેર અને SVP હોસ્પિટલની બેદરકારી યથાવત…

Charotar Sandesh

રાજ્યમાં ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી,સુરત-વડોદરા પર પૂરનો ખતરો…

Charotar Sandesh

ખેલૈયાઓ આનંદો : નવરાત્રિમાં વરસાદ નહિ બને વિઘ્ન, ચોમાસુ સત્તાવાર વિદાય લેશે

Charotar Sandesh