Charotar Sandesh
ગુજરાત

ખેલૈયાઓ આનંદો : નવરાત્રિમાં વરસાદ નહિ બને વિઘ્ન, ચોમાસુ સત્તાવાર વિદાય લેશે

નવરાત્રિ

અમદાવાદ : નવરાત્રી શરુ થઈ રહી છે ત્યારે રાજ્યના હવામાનમાં પણ પલ્ટો આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના સુરત, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના ઉત્તર તથા મધ્ય ભાગમાં વાતાવરણમાં કોઈ પલ્ટાની આગાહી નથી. એટલે કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી નથી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે રાજ્યના દક્ષિણભાગમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની વકી છે. હળવા વરસાદની આગાહી છે પરંતુ જો વરસાદ રાતના સમયે આવ્યો તો ખૈલાયાઓના રંગમાં ભંગ પડી શકે છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, પાટણ સહિતના મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હવામાન સાફ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

આગાહી પ્રમાણે આજે તથા આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેશે. રવિવાર સુધી વરસાદ રહેવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Other News : LRD-PSI બંન્ને ભરતી માટે અરજી કરનારે એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે

Related posts

ડભોઈમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઈ ગઈ : ભાજપ ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું વિવાદાસ્પદ નિવેદન

Charotar Sandesh

ગુજરાત યુનિ.ની ઓનલાઈન પરીક્ષા માટે ૨૮ હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

Charotar Sandesh

PM નરેન્દ્ર મોદી વડોદરા ખાતેથી રેલવેના રૂ.૧૬૩૬૯ કરોડના ૧૮ કામોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Charotar Sandesh