Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકીટ ફી માત્ર ૫૦ રૂપિયા..!!

ન્યુ દિલ્હી : ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ હવે આગામી સીરીઝ પાડોશી દેશ બાંગ્લાદેશ સામે છે. બન્ને દેશો વચ્ચે બીજી ટેસ્ટ ઇડન ગાર્ડનમાં રમાવવાની છે, ત્યારે સીએબી-ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે મેચની ફી માત્ર ૫૦ રૂપિયા જ રાખી છે, ઉલ્લેખનીય છે કે સૌથી ઉંચી કિંમતની ટિકીટ હવે માત્ર ૫૦ રૂપિયામાં જ મળશે.
ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે ૩ ટી૨૦ અને ૨ ટેસ્ટ મેચો રમવા ભારત આવી રહી છે. ત્યારે સીએબીએ વધુમાં વધુ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ સુધી પહોંચે તેને ધ્યાનમાં લઇને મોંઘામાં મોંઘી ટિકીટનો દર માત્ર ૫૦ રૂપિયા કરી દીધો છે.
બન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધી રમાશે, જે પશ્ચિમ બંગાળના ઇડન ગાર્ડન સ્ટેડિયમ-કોલકત્તામાં રમાવવાની છે. આ અંગે સીએબીના સચિવ અવિષેક ડાલમિયાએ કહ્યું કે ઇડન ગાર્ડનમાં ટિકીટોની કિંમત ૨૦૦, ૧૫૦, ૧૦૦ અને ૫૦ રૂપિયા રાખવામાં આવી છે. તેમને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે, આ માટે અમે આવુ કર્યુ છે.

Related posts

ભારતના પૂર્વ કેપ્ટન એમ.એમ.ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો…

Charotar Sandesh

કેપ્ટન વિરાટ કોહલી સાથે કંઈક તો બન્યું છે : બાળપણના કોચે કહ્યું

Charotar Sandesh

ઇયાન ચેપલે કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનો માટે ગણાવ્યો ખતરારૂપ…

Charotar Sandesh