Charotar Sandesh
સ્પોર્ટ્સ

કેપ્ટન વિરાટ કોહલી સાથે કંઈક તો બન્યું છે : બાળપણના કોચે કહ્યું

કેપ્ટન વિરાટ કોહલી

નવીદિલ્હી : કેપ્ટન કોહલીને પ્રેસ કોન્ફરન્સથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે, તો શર્માએ કહ્યું, જો તે માત્ર વિરાટ કોહલીની વાત હોત તો કેએલ રાહુલ બીજી મેચમાં આવ્યો હોત. પરંતુ રાહુલ પણ આવ્યો ન હતો. આનો મતલબ એવો થાય છે કે અમુક નિર્ણય લેવામાં આવ્યો છે જેના હેઠળ કેપ્ટનની જગ્યાએ કોચ વાત કરશે. આગળ કહ્યુ, જો કોચ આવે તો પણ મને તેમાં કંઈ ખોટું લાગતું નથી.

મીડિયા મેનેજર પોતાની મેળે આટલો મોટો નિર્ણય લઈ શકતા નથી. પરંતુ આ આશ્ચર્યજનક છે કારણ કે પહેલા કેપ્ટન આવતા હતા પરંતુ હવે એવું નથી થઈ રહ્યું. જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કોહલી રમ્યો ન હતો અને કેએલ રાહુલે ટીમનું સુકાન સંભાળ્યું હતું. ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડને બીજી મેચ પહેલા કોહલીના પ્રેસ કોન્ફરન્સમાં હાજરી ન આપવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો.

રાહુલે તે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોહલી તેની ૧૦૦મી ટેસ્ટ મેચમાં મીડિયાને સંબોધિત કરશે

રાહુલે કહ્યું હતું કે, એવું કંઈ નથી. તે મીડિયા સાથે વાત કરશે. મને મીડિયા ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોહલીને તેની ૧૦૦મી ટેસ્ટ મેચ માટે રાખવામાં આવ્યો છે. તે પછી તે તમારી સામે આવશે અને પછી તમે તેને પ્રશ્નો પૂછી શકશો.ભારતીય ટેસ્ટ ટીમના સુકાની વિરાટ કોહલી સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયા બાદથી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યો નથી. કોઈપણ ટેસ્ટ મેચ પહેલા કોહલી ઘણીવાર મીડિયાને સંબોધવા આવતો હતો અને તે મેચની વચ્ચે ઘણી વખત પત્રકારો સાથે વાતચીત કરતો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં આવું જોવા મળ્યું નથી.

બંને ટેસ્ટ મેચ પહેલા કોહલીના બદલે હેડ કોચ રાહુલ દ્રવિડ બંને મેચ પહેલા મીડિયાની સામે આવ્યા હતા. તેના બાળપણના કોચ રાજકુમાર શર્માને પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીની ગેરહાજરી પસંદ નથી. તેમને આ ખૂબ જ વિચિત્ર લાગે છે. દક્ષિણ આફ્રિકા જતા પહેલા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ આપેલા નિવેદન બાદ ભારતીય ક્રિકેટમાં ભૂકંપ આવી ગયો હતો.

Other News : ક્રિકેટર સૌરવ ગાંગુલી બાદ દિકરી પણ કોરોના પોઝીટીવ થઈ

Related posts

ગૂગલનાં સીઈઓની ભવિષ્યવાણી…. કહ્યું આ ટીમ રમશે વર્લ્ડકપની ફાઈનલમાં..!

Charotar Sandesh

આઈપીએલની ૧૪મી સીઝન માટે ફોન-પેને મળી ૬ સ્પોન્સરશીપ…

Charotar Sandesh

હારથી ગિન્નાયેલ કોહલીએ રિપોર્ટરને લીધો આડે હાથ, કહ્યુંઃ ’ અડધી માહિતી સાથે ન આવો’

Charotar Sandesh