Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

વડોદરા : જીવલેણ બીમારીથી પીડાતો ૧૦ વર્ષનો બાળક એક દિવસનો પીઆઇ બન્યો…

જીવલેણ બીમારીથી પીડાતા વડોદરા શહેરના ૯ વર્ષના લખન(નામ બદલ્યું છે)ની પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઇચ્છા મેક-અ-વીશ ફાઉન્ડેશને વડોદરા શહેર પોલીસ તંત્રની મદદથી પૂરી કરી હતી.

સવારે ૧૧ કલાકે લખન પોલીસના ગણવેશમાં પોલીસ મથકની બહાર પોલીસ ગાડીમાં આવતા જ પોલીસ જવાનો પોતાની જગ્યા ઉપરથી ઉભા થઇ ગયા હતા. અને સલામી આપી હતી. સુપર હિટ ફિલ્મ સિંઘમ ફિલ્મમાં અભિનેતા અજય દેવગણના પોલીસ અધિકારીના રોલથી પ્રભાવિત લખન પણ સડસડાટ પોલીસ ગાડીમાંથી ઉતરી સીધો પી.આઇ.ના ચેમ્બર્સમાં પહોંચી ગયો હતો. અને પી.આઇ.ની સીટ ઉપર રૂઆબ સાથે બેસી ગયો હતો. પી.આઇ. લખન ચેર ઉપર બેસતાની સાથે જ પોલીસ જવાન પાણી લઇને હાજર થઇ ગયો હતો. પી.આઇ. લખને પાણી પીધા બાદ સ્ટાફના જવાનોને રોલકોલ માટે તૈયાર રહેવાની સૂચના આપી હતી.

પોલીસ તંત્રમાં જે રીતે રોલકોલ થાય છે, તે રીતે પી.આઇ. રોલકોલમાં પોલીસ જવાનોની હાજરી પૂરી હતી. અને તેની સાથે પોલીસ જવાનોને જરૂરી સૂચના આપી હતી. રોલકોલ પૂરો થયો બાદ પોલીસ મથકમાં નવા આવતા પી.આઇ.ને જે રીતે પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારની માહિતીથી અવગત કરે છે. તે રીતે અવગત કરાયા હતા. પોલીસ જવાનોએ વિસ્તારના ગુનેગારોની પણ યાદી પી.આઇ.ને આપી હતી. તમામ માહિતી મેળવ્યા બાદ પી.આઇ. લખન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. સતત ૩ કલાક સુધી પી.આઇ. લખને જે.પી. પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો. અને પોતાની પી.આઇ. બનવાની ઇચ્છા પૂર્ણ કરી હતી.

Related posts

પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં હર્ષોલ્લાસ સાથે ૭૭મા સ્વાતંત્ર્ય દિનની ઊજવણી

Charotar Sandesh

ગુજરાત કોંગ્રેસની કમાન કોને મળશે ? આગામી ચુંટણીની જવાબદારી આ યુવા નેતાને સોંપાય તેવી શક્યતા

Charotar Sandesh

આણંદમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવક પટકાયો, ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયો

Charotar Sandesh