Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં બિલ્ડીંગના પાંચમા માળેથી યુવક પટકાયો, ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયો

આણંદ શહેરના સરવરી હાઈટ્‌સ

આણંદ શહેરના સો ફુટ રોડ પર આવેલા સરવરી હાઈટ્‌સમાં બિલ્ડીંગના અધૂરા બાંધકામને લઈ લિફ્ટના ખાલી બોક્સમાંથી યુવક પટકાયો

આણંદ : શહેરમાં એક એપાર્ટમેન્ટના પાંચમા માળે લિફ્ટના બોક્સમાંથી એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સો ફુટ રોડ પર આવેલા સરવરી હાઈટ્‌સમાં પાંચમા માળેથી પટકાયેલા યુવક મોહંમદફરહાનને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સરવરી હાઈટ્‌સના બિલ્ડરો દ્વારા લિફ્ટનું અધુરૂ કામ છોડી દેવામાં આવ્યું છે અને તે સ્થળે કોઇ આડશ પણ મુકવામાં ન આવતાં આ અકસ્માત સર્જાયો હતો. યુવકના પિતા ફારૂકમીયાં મલેકે બિલ્ડીંગના ત્રણ ભાગીદાર અને વહીવટદાર સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ઇજાગ્રસ્ત યુવકના પિતા આણંદમાં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.

આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સરવરી હાઈટ્‌સ બિલ્ડીંગમાં બે લીફ્ટનું બાંધકામ કરી તેમાંથી એકમાં લીફ્ટનું ઇન્સ્ટોલેશન કર્યું નહતું. આ કન્સ્ટ્રકશન કરેલી જગ્યામાંથી કોઇની પણ પડી જવાની શક્યતા હોવાનું જાણતા હોવા છતાં સલામતી જોખમમાં મુકાય તે રીતે આ જગ્યાની આસપાસ કોઇ પણ પ્રકારની આડશ નહીં મુકી જગ્યા ખુલ્લી રાખી બેદરકારી દાખવી હતી. જેના કારણે મોહંમદફરહાન ખુલ્લી જગ્યામાંથી બેઝમેન્ટના ભાગે ઉપરના માળેથી પડી જતાં આખા શરીરે મલ્ટીપલ ફેક્ટર થતાં ગંભીર ઇજા પહોંચી છે.

Other News : રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીની ધૂમ : દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો

Related posts

આણંદ તાલુકાના નાવલી ગામે સ્વ.શ્રી પ્રવિણભાઈ ઈશ્વરભાઈ પટેલની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્ય કરાયું

Charotar Sandesh

લો બોલો, બેફામ બુટલેગરે આંકલાવ પોલીસને ધમકી આપી : રેડ કરવા આવશો તો જીવતા નહીં જવા દઉં

Charotar Sandesh

વડોદરા સામૂહિક દુષ્કર્મ : આરોપીઓની માહિતી આપનારને ૧ લાખનું ઇનામ…

Charotar Sandesh