Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે સમજૂતી ચાલુ રહેશે ઉ.પ્રદેશમાં ભાજપને ફટકોઃ ઓમપ્રકાશ રાજભરે ૩૯ ઉમેદવારો જાહેર કર્યા

ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડવા અંગે સહમતિ નહીં સધાતા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ૩૯ ઉમેદવારોના નામની જાહેરાત કરતા ભાજપને ઝટકો લાગ્યો છે. તેમણે જણાવ્યું કે ભાજપે મને કમળના નિશાન પર ચૂંટણી લડવાની વાત કરી હતી પણ મેં મારા પક્ષના ચિન્હ પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
તેમણે જણાવ્યું કે જા કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે સમજુતી ચાલુ રહેશે. અત્યારે મારું રાજીનામું માગવામાં આવે તો હું આપવા તૈયાર છું, પણ મુખ્યમંત્રી મુલાકાત માટે સમય આપતા નથી. મારી ઇચ્છા હતી કે ર૦૧૯ની લોકસભા ચૂંટણી ભાજપની સાથે રહીને લડું, પણ તેઓ મને એક બેઠક પણ આપવા ઇચ્છતા ન હતા.
રાજભરે શનિવારે જ ભાજપથી અલગ થઇને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી આજે તેણે પોતાના ૩૯ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Related posts

કોરોના સંકટ : ૧.૭૦ લાખ કરોડનું જંગી રાહત પેકેજ…

Charotar Sandesh

દિલ્હીમાં આતંકી એલર્ટ : પ્રજાસતાક પર્વ પુર્વે મોટો હુમલા કરવાનું ષડયંત્ર…

Charotar Sandesh

શૂટર દાદી તરીકે ઓળખાતા ચંદ્રો તોમરનું કોરોનાથી અવસાન

Charotar Sandesh