Charotar Sandesh
ગુજરાત ચરોતર

’અગલે બરસ તું જલ્દી આ’ ના જયનાદ સાથે વાજતે ગાજતે બાપ્પાની વિદાય…

વરસતા વરસાદમાં સુરતમાં ૧૦૦૦૦ પ્રતિમાનું વિસર્જન, રાજકોટમાં યુવકનું ડુબવાથી મોત…

અગિયાર દિવસ દુંદાળા દેવ ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન થયા હતા અને લાડ લડાવવાનો લાખો ભક્તોએ લહાવો લીધો હતો. ગણેશોત્સવના અંતિમ દિવસે એમને વસમી વિદાય આપતી વેળા અનેકની આંખો રડી પડી હતી. પંડાલોમાં અને ઘરે-ઘરે પૂજન-અર્ચન બાદ ગણપતિજીની વિસર્જનયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જેમાં અગલે બરસ તું જલ્દી સાથે તેમને જલ્દી પરત આવવાની પ્રાર્થના થઇ હતી અને નિયત પાંચ સ્થળે મૂર્તિઓને વિસર્જન કરવામાં આવ્યું હતું. લાલપરી તળાવમાં ગણેશ વિસર્જન સમયે દેવાંગ ગઢવી નામનો યુવક પાણીમાં ડુબી ગયો હતો. જો કે ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. ઘરેથી ગણેશ વિસર્જનનું કહી દેવાંગ મિત્રો સાથએ ન્હાવા ગયો હતો.

અમદાવાદ :
વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું ગુરુવારે વિસર્જન કરવામાં આવ્યું. આ વર્ષે સાબરમતી નદીમાં નહીં પણ સ્થાનિક વિસ્તારોમાં જ સરઘસ યોજીને પવિત્ર કુંડમાં જ વિસર્જન કરવામાં આવ્યું. મ્યુનિ. તંત્રએ સાબરમતીના ઓવારાઓ ઉપરાંત ૨૦ વિસ્તારમાં બનાવાયેલા કુંડમાં વિસર્જનથી ટ્રાફિક સમસ્યા અને નદીને પ્રદૂષણમુક્ત રાખવા માટે ‘શ્રીભક્તો’ સહકાર આપ્યો. વિસ્તારોમાં યોજાનાર વિસર્જન સરઘસમાં બંદોબસ્ત માટે પોલીસ સવારથી મોડીરાત સુધી સ્ટેન્ડ-ટુ રહ્યા.

સુરત :
દુંદાળા દેવ ગણપતિ બાપ્પાને ગુરુવારે વરસતા વરસાદમાં ધામધુમથી સુરતમાં વિદાય આપવામાં આવી હતી. અગલે બરસ તું જલ્દી આ અને ગણપતિ બાપ્પા મોર્યાના નારા સાથે સવારથી ગણેશની પ્રતિમાનું વિસર્જન શરૂ થયું હતું. બપોરે ૧ વાગ્યા સુધીમાં લગભગ ૧૦૦૦૦ પ્રતિમા વિસર્જિત થઇ ચુકી હતી.ઘણા લોકોએ તો પોતાના ઘરમાં ટબમાં ગણેશ વિસર્જન કર્યું હતું.

Related posts

કોરોના કેસો ઘટાડવા તંત્રએ ટેસ્ટિંગ ઓછા કરી લોકો સાથે રમી ગંદી રમત : અમિત ચાવડા

Charotar Sandesh

આણંદ શહેર-જિલ્લાને ૨૩ વર્ષ બાદ મધ્યસ્થ જેલ મળશે : કામગીરી પુરજોશમાં શરૂ…

Charotar Sandesh

સિવિલમાં કોરોનાનો કહેર : કોરોનાથી વધુ ૧૨નાં મોત થતા ચકચાર…

Charotar Sandesh