Charotar Sandesh
સ્પોર્ટ્સ

અજિંક્યે રહાણે અને પત્ની રાધિકાના ઘરે પુત્રીનાં વધામણાં…

ન્યુ દિલ્હી : ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્યે રહાણે અને તેની પત્ની રાધિકાના ઘરે પારણું બંધાયું છે. રાધિકાએ શનિવારે દીકરીને જન્મ આપ્યો છે. રહાણે આ સમયે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાંથી રમી રહ્યો છે. રહાણેના પૂર્વ સાથી હરભજન સિંહે ટિ્‌વટર પર આ અંગે જાણકારી આપતા તેને શુભેચ્છાઓ પણ પાઠવી છે.
હરભજને ટ્‌વીટ કરીને લખ્યું કે, ‘નવા-નવા પિતા બનેલા અજિંક્યે રહાણેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ… આશા છે કે માતા અને નાનકડી પરી સ્વસ્થ હશે… જીવનનો સૌથી સુંદર તબક્કો હવે શરૂ થઈ ચૂક્યો છે.’
રહાણેએ પોતાની બાળપણની મિત્ર રાધિકા સાથે ૨૦૧૪માં જ લગ્ન કરી લીધા હતા. આ વર્ષે જુલાઈ મહિનામાં જ રાધિકા ગર્ભવતી હોવાની ખબર વહેતી થઈ હતી.

Related posts

સિડની પહોંચી ટીમ ઇન્ડિયા, વિરાટ કોહલી રોકાશે સ્પેશ્યલ પેન્ટહાઉસ સૂઇટમાં…

Charotar Sandesh

કોહલીને કેપ્ટનશિપમાં થોડો વધુ સમય આપવાની જરૂર : સુરેશ રૈના

Charotar Sandesh

IPL ચાલુ વર્ષે યોજવા બોર્ડને વિશ્વાસ, તમામ વિકલ્પો પર વિચારણા ચાલુઃ ગાંગુલી

Charotar Sandesh