Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોહલીને કેપ્ટનશિપમાં થોડો વધુ સમય આપવાની જરૂર : સુરેશ રૈના

વિરાટ કોહલી

ન્યુ દિલ્હી : ટીમ ઈન્ડિયા જ્યારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં હાર મળ્યા બાદથી વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, ૩૩ જીત સાથે ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન કોહલીએ પદ છોડવું જોઈએ અને ભારતીય ક્રિકેટને વિભાજીત કેપ્ટનસીનો કોન્સેપ્ટ અપનાવવો જોઈએ, જ્યારે મોટાભાગના નિષ્ણાતો ઈચ્છે છે કે, તે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવો જોઈએ.

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રૈનાનું માનવું છે કે, કોહલીને થોડો વધુ સમય આપવાની જરૂર છે. કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારત ત્રણ વખત આઈસીસી ખિતાબ પર પહોંચી ગયું હતું. ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રોફી, ૨૦૧૯ વર્લ્ડ કપ અને ૨૦૨૧ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારત ખિતાબ ગુમાવ્યું હતું. હવે આગળ ત્રણ વર્લ્ડ કપ છે.

રૈનાને વિશ્વાસ છે કે કોહલી અને ટીમ ઈન્ડિયાની ઓછામાં ઓછી એક આઈસીસી ટ્રોફી જીતશે. રૈનાએ કહ્યું, મને લાગે છે કે તે નંબર વન કેપ્ટન છે. તેના રેકોડ્‌ર્સ એ સાબિત કરે છે કે, તેણે ઘણું પ્રાપ્ત કર્યું છે.

રૈનાએ કહ્યું, મને લાગે છે કે તે વિશ્વનો નંબર વન બેટ્‌સમેન છે. તમે આઈસીસી ટ્રોફી વિશે વાત કરી રહ્યા છો, પરંતુ તેઓએ હજુ સુધી આઈપીએલ જીતી નથી. મને લાગે છે કે, તેઓને થોડો સમય આપવાની જરૂર છે. હવે ૨-૩- વર્લ્ડ કપ યોજાવાના છે. બે ટી -૨૦ વર્લ્ડ કપ અને એક વનડે વર્લ્ડ કપ. ફાઇનલ સુધી પહોંચવું સરળ નથી.

રૈનાનું માનવું છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ખરાબ પરિસ્થિતિઓને કારણે નહીં, પરંતુ બેટ્‌સમેનોના નબળા પ્રદર્શનને કારણે હારી ગઈ હતી. ખરેખર, બે દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા, આ હોવા છતાં, ન્યુઝીલેન્ડ ૮ વિકેટે જીત્યું.

Related News : સુરેશ રૈનાએ પોતાનાં જીવન અને કારકિર્દી અંગેની બુક લોન્ચ કરી, ધોની-વિરાટ અંગે ઘટસ્ફોટ

Related posts

IPL શરૂ થાય તે પૂર્વે આ ટીમમાં કોરોનાની થઈ એન્ટ્રી : બોલર સહિત ૧૩ લોકોને કોરોના…

Charotar Sandesh

ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, ક્રિકેટમાં પાંચ લાખ રન બનાવનાર પ્રથમ દેશ બન્યો…

Charotar Sandesh

તમારા સંન્યાસથી ૧૩૦ કરોડ ભારતીયો નિરાશઃ વડાપ્રધાનનો ધોનીને પત્ર…

Charotar Sandesh