USA : બાવીસ ગામ પાટીદાર સમાજ ન્યુજર્સી, અમેરીકા ઘટક દ્વારા રોયલ આલ્બર્ટ પેલેસ ફોર્ડ ન્યુજર્સી ખાતે વિક્રમ સંવત ૨૦૭૬ના વધામણા અને દીપાવલીની ઉજવણી નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ ૦૨ નવેમ્બરને શનિવારે યોજાયો. બાવીસગામ પાટીદાર સમાજના વિવિધ ગામો દ્વારા સ્પોન્સરશીપથી દર વર્ષે દીવાળી પાર્ટી તેમજ પિકનિકનું સુંદર આયોજન કરી બાવીસ ગામ પાટીદાર સમાજના અમેરિકામાં વસતા સૌને ભેગા કરી સંગઠિત સમાજનું ઉદાહરણ પુરું પાડવાનાં આવે છે. આ વર્ષની દીવાળી પાર્ટી તેમજ પિકનિક વાસદ ગામ તરફથી સ્પોન્સર કરવામાં આવી હતી.
દીવાળી પાર્ટીમાં સુંદર ગરબાનુ્ં પણ આયોજન ઉપરાંત આણંદના સાંસદ અને વાસદ ગામ એટલે કે બાવીસ ગામ પાટીદાર સમાજના સપૂત મિતેશભાઇ પટેલ(બકાભાઇ)ના સન્માનની ટુંકી ઝલક પણ દર્શાવવામાં આવી.
સમાજના પ્રમુખ દિનેશ પટેલ અને વાસદના મુકેશ પટેલે ઉપસ્થિત સૌને દીવાળી અને નવલા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. અંતે સૌએ સમૂહ ભોજનનો લાભ લીધો.
- Yash Patel