Charotar Sandesh
ગુજરાત રાજકારણ

અલ્પેશ ઠાકોરના ખાસ ગણાતા આ બે વ્યક્તિએ પણ તેનો સાથ છોડ્યો

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કોગ્રેસમાંથી અપાયેલા રાજીનામા બાદ હવે કોગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે અને અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવા માટે વિધાનસભાના સચિવને રજૂઆત કરી છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોરને સાથ આપનારા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોરે પણ અલ્પેશ ઠાકોરનો સાથ છોડ્યો હોવાનું ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પોતાનું સભ્ય પદ રદ ના થાય એ માટે ધવલસિંહ અને ભરતસિંહ કોગ્રેસમાં આવીને રજૂઆત કરી ગયા છે. ત્યારે હવે વિધાનસભાના અધ્યક્ષ ગુજરાત પરત આવશે ત્યારે તેમને મળીને અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ વહેલામાં વહેલી તકે રદ થાય એ માટે રજૂઆત કરાશે.

અશ્વિન કોટવાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અલ્પેશભાઈની સાથે બે માણસો જોડાયા છે, ધવલસિંહ જોડાયા છે અને ભરતસિંહ જોડાયા છે. પણ મારી દૃષ્ટિએ માનું તો એને સમાજ પણ વાલો નથી અને પોતાનું ધારાસભ્ય પદ ન છીનવાઈ જાય તે માટે પક્ષમાં આવીને વિનંતી કરે છે કે, અમે કોંગ્રેસમાં જ છીએ. અલ્પેશ ઠાકોરની સાથે નથી એટલે અમારું સભ્યપદ રદ નહીં કરતા. અમે કોંગ્રેસમાં ચૂંટાયેલા છીએ અને કોંગ્રેસમાં રહીશું. એવું એ વારંવાર અમને રજૂઆત કરતા હોય છે એટલે જ્યાં સુધી એ રાજીનામું આપે અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપશે ત્યારે અમે આપોઆપ એમના સભ્યપદ રદ કરવા માટેની અમે વિનતી કરી શું. પણ એ કોંગ્રસમાં છે. અત્યારે એટલે સભ્યપદ રદ કરવા કોઈ અમે કાર્યવાહી કરવાના નથી.

Related posts

રાજ્યમાં મેઘરાજાના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન : જળબંબાકારની સ્થિતિ સર્જાશે

Charotar Sandesh

હાર્દિકની પત્નીનો સરકારને પડકાર : ‘જરૂર પડશે તો ૨૦૧૫ની જેમ કાર્યક્રમો કરીશું’

Charotar Sandesh

સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮ કલાક સુધી દર્દીઓને OPD દ્વારા સારવાર અપાશે

Charotar Sandesh