Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદની યુવતીનાં મોત પાછળ પૂર્વ પતિનો હાથ હોવાની આશંકા…

હિરલ પટેલના કાકાએ આરોપ લગાવ્યો, જેઠે તેને મારી નાખવા ધમકી આપી હતી

આણંદ : બોરસદ તાલુકાના પામોલની ૨૮ વર્ષીય હિરલ પટેલનો મૃતદેહ કેનેડાના ટોરન્ટોમાં શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. તેના મોતને અકસ્માતમાં ખપાવી દેવાનું ષડ્યંત્ર રચાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસને જણાઈ રહ્યું છે. કેનેડા પોલીસે તેના ૩૬ વર્ષીય પૂર્વ પતિ રાકેશ પટેલને વૉન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે યુવતીના કાકા રાકેશ પટેલે તેના જેઠ સુનિલ પટેલે મારી નાંખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીના રહસ્યમય મોત પાછળ અનેક શંકા-કુશંકા સેવાઈ રહી છે.

હિરલના કાકા રાકેશભાઈએ ભત્રીજીની હત્યા તેનાં સાસરિયાએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે હિરલના અમેરિકા રહેતા જેઠ સુનિલે હિરલને મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો. હિરલ ૩ દિવસ અગાઉ રાત્રે ૧૧ કલાકે જોવા મળી હતી. તે રાત્રે ઈસલિંગ્ટન એવન્યુ અને સ્ટીલ્સ એવન્યુ વેસ્ટ નજીથી પસાર થઈ હતી. તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યાં હતાં અને તે બ્લેક એન્ડ વ્હાઇટ બેકપેક લઈને ગઈ હતી. પોલીસે બ્રિમ્પટનમાં ફિન્ચ એવન્યુ વેસ્ટ અને સ્ટીલ્સ એવન્યુ ઈસ્ટ નજીકના ૧૫૬ પાર્કશોર ડો. પર કમાન્ડ પોસ્ટ મૂકી હતી અને જાણકારી માટે લોકોની મદદ માગી હતી.

હિરલ પટેલને અગાઉ થયેલા ઝગડા સમયે ધમકી આપનારા જેઠ સુનિલ પટેલ હાલ અમેરિકા ખાતેથી ભારત આવ્યા છે. તેમણે અહીંયા ઉતરાયણ પણ ઉજવી હતી. તેણે જ કારસો રચ્યો હોવાના આક્ષેપ સાથે હિરલના કાકાએ પોલીસને રજૂઆત કરી સુનિલ પટેલની પણ પૂછપરછ અહીંયા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Related posts

આજથી મોડી સાંજ પછી સીધી સવાર..! શહેરમાં રાત્રે ૮ થી સવારે ૬નો કફર્યુ શરૂ થશે…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં મહી નદી બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા અપીલ…

Charotar Sandesh

આણંદ શહેર સહિત જિલ્લામાં રસીકરણ પુરજોશમાં : ટોટલ આટલા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

Charotar Sandesh