Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કલેક્ટર તરીકેના કાર્યભાર સંભાળતા શ્રી આર.જી. ગોહિલ

આણંદ : આણંદ જિલ્લા કલેક્ટર તરીકે નવનિયુક્ત થયેલ શ્રી આર.જી. ગોહિલે તા. ૧૭-૧૨-૨૦૧૯ના રોજ આણંદના કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.

શ્રી આર.જી.ગોહિલ સને ૨૦૦૭માં આઇ.એ.એસ.માં નોમીનેટ થયા હતા. તેઓ મૂળ ભાવનગરના વતની છે. તેઓએ બી.કોમ.નો અભ્યાસ કર્યા બાદ વર્ષ ૧૯૯૦માં સુરેન્દ્રનગર ખાતે નાયબ કલેક્ટર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. ત્યારબાદ શ્રી ગોહિલ વિવિધ જગ્યાએ ફરજો બજાવી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી ગોહિલ અગાઉ આણંદ ખાતે વર્ષ ૨૦૧૧માં આણંદના નિવાસી નાયબ કલેક્ટર તરીકે ફરજો બજાવી ચૂકયા છે. આણંદ ખાતેથી તેઓ ગાંધીનગર ખાતે અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં બદલી થઇને ગયા હતા, ત્યારબાદ પુન: આણંદ ખાતે નિવાસી નાયબ કલેકટર તરીકે નિમણૂંક પામીને ફેબ્રુઆરી-૨૦૧૫ સુધી ફરજો બજાવી હતી. શ્રી ગોહિલ આણંદ ખાતે નિવાસી નાયબ કલેકટર પદેથી મહીસાગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂંક પામીને ગયા હતા. જ્યાંથી તેઓ છેલ્લે નવસારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજો બજાવતા હતા. આમ આણંદના જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂંક પામનાર શ્રી ગોહિલ અગાઉ આણંદ ખાતે ફરજો બજાવી ચૂક્યા હોઇ તેમના અનુભવોનો લાભ આણંદ જિલ્લાના નાગરિકોને પ્રાપ્ત થશે.

Related posts

બોરસદ કોર્ટે ખંડણીખોર રવિ પૂજારીના ૭ દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા : તપાસના ચક્રો ગતિમાન

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી…

Charotar Sandesh

ડાકોરમાં રામમંદિર ભૂમિપૂજન નિમિત્તે રણછોડજી મંદિરમાં ધજા ચઢાવાઈ…

Charotar Sandesh