Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

બોરસદ કોર્ટે ખંડણીખોર રવિ પૂજારીના ૭ દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા : તપાસના ચક્રો ગતિમાન

રવિ પૂજારી
રવિ પૂજારીને અમદાવાદ પરત લાવતા સમયે બખ્તરબંધ પોલિસ વાહન થયું ખરાબ…!
બોરસદ કોર્ટે રવિ પુજારીના દિવસના રિમાન્ડ મંજૂર કર્યા : ક્રાઈમ બ્રાંચે રવિ પુજારીના ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા

આણંદ : કુખ્યાત રવિ પૂજારીને બોરસદના ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં બીજા દિવસે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ દ્વારા બોરસદ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. બોરસદ કોર્ટે રવિ પૂજારીના વકીલ અને સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી રવિ પૂજારીના ૭ દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા છે. ખંડણીખોર રવિ પૂજારીને અમદાવાદ પરત લાવતા સમયે પોલીસ વાહન થયું હતું ખરાબ, બોરસદથી આણંદ જતા માર્ગ પર બખ્તરબંધ વાહન ખરાબ પડ્યું, રવિ પૂજારીને અન્ય પોલીસ વાહનની મદદથી અમદાવાદ લઈ જવાયો.

બોરસદ શહેરમાં ૨૦૧૭માં કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેની હત્યા કરવાના પ્રયાસના ગુનામાં કુખ્યાત રવિ પુજારીનું નામ સામે આવ્યું હતું. બેંગ્લોરથી ટ્રાંજિસ્ટ રિમાન્ડ મેળવ્યા બાદ આજે બીજી એક વખત રવિ પુજારીને બોરસદ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ સોનારા દ્વારા ક્રાઇમ બ્રાન્ચ તરફથી ગુનાની ગંભીરતા સમજી દલીલો કરતા રવિ પુજારીના વકીલ દિલરાજ રોહિત સિકેરિયા દ્વારા ઓનલાઇન દલીલો કરવામાં આવી હતી.

જેમાં રવિ પુજારીને ગંભીર બીમારી હોવાની પણ દલીલ કરી હતી. જોકે બોરસદ કોર્ટે રવિ પુજારીની દલીલો ગ્રાહ્ય ન રાખતા ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરતા ક્રાઇમ બ્રાન્ચ રવિ પુજારીને લઈ અમદાવાદ રવાના થઇ હતી.

Other News : સાવધાન… નહીં તો આબરૂ અને પૈસા બંને ગુમાવશો : સાયબર ક્રાઈમ કરતી ગેંગ સક્રિય

Related posts

આણંદમાં ડિવોર્સી યુવતીએ ૧૭ વર્ષીય સગીરને ફસાવી : પોલીસે બંન્નેની ધરપકડ કરી…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી : આજે નવા માત્ર ૧૯ કેસ નોંધાયા, ૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં દશામાના વ્રત-ઉત્સવને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું…

Charotar Sandesh