Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા ભાજપ દ્વારા બોરસદ, ઉમરેઠ, પેટલાદમાં શહેર અને તાલુકાના હોદ્દેદારોની વરણી…

આણંદ : અયોધ્યાના ચુકાદાને લઈ આણંદ જિલ્લા ભાજપ દ્વારા મંડળોની સંરચનાનો કાર્યક્રમ મુલ્તવી રાખ્યા બાદ તાલુકા કક્ષાએ સંગઠનનું માળખુ રચવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જિલ્લાના આણંદ,વિદ્યાનગર,સોજીત્રા,બોરીયાવી શહેર તેમજ તાલુકાની સંગઠન બાદ આજરોજ ઉમરેઠ તેમજ ઓડ શહેર ભાજપ મંડળ સંરચનાની કામગીરી હાથ ધરાઈ હતી.

આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા બોરસદ શહેર અને તાલુકા, ઉમરેઠ શહેર અને તાલુકા તથા પેટલાદ શહેર ભાજપ સંગઠનમાં નવી રચના માટે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ તથા મહામંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં બોરસદ શહેર ભાજપ પ્રમુખ તરીકે દીપક પટેલ મહામંત્રી દિપક ઠાકર મહામંત્રી મહેન્દ્રભાઈ રાઠોડ, તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વિજયસિંહ રાજ નિસરાયા સરપંચ અને મહામંત્રી તરીકે શૈલેષભાઈ પટેલ પામોલના માજી સરપંચ અને મહામંત્રી તરીકે અશોકભાઈ ઠાકોર વકીલ નિમણૂક કરવામાં આવી હતી.

જેમાં ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે હર્ષ સંજયકુમાર શહેરાવાળા તેમજ મહામંત્રી તરીકે અરવિંદભાઈ લલ્લુભાઇ પટેલ અને બીજા મહામંત્રી તરીકે શ્રેણિક શુક્લની નિમણુક કરાઈ છે તેવી રીતે ઉમરેઠ તાલુકાના પ્રમુખ તરીકે વિમલભાઈ કાંતિભાઈ પટેલ તેમજ મહામંત્રી તરીકે સુભાષભાઈ પરમાર અને બીજા ક્રમે રાજુભાઈ ભોઇની વરણી કરવામાં આવી છે, આ સાથે ઓડ શહેર ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ રમણભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે તેમજ અહી પણ મહામંત્રી તરીકે બે નામ પસંદ કરવામાં આવ્યા છે તે મુજબ અનુક્રમે કમલેશભાઈ ગિરવતસિંહ રાઉલજી તેમજ દિલીપભાઈ ગોરધનભાઈ પટેલ પસંદગી પામ્યા છે, તદઉપરાંત તાજેતરમાં ઓડ નગરપાલિકાની સત્તા કબ્જે કરી પ્રમુખ થવા બદલ ગોપાલસિંહ રાઉલજીનું સન્માન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે આણંદ જીલ્લા મુખ્ય સંગઠન સંરચના અધિકારી,તેમજ વડોદરાના ડે -મેયર જીવરાજભાઈ ચૌહાણ, સાંસદ લાલસિંહ વડોદીયા,ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, જીલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, મહામંત્રી જીગ્નેશ પટેલ,સુભાષભાઈ બારોટ, છત્રસિંહ ચૌહાણ તેમજ પૂર્વ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહ,મહામંત્રી પ્રકાશ પટેલ , પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહયા હતા

Related posts

ગુજરાતમાં વધતો જતો કોરોના : નવા ૧૫૮૦ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૧ર કેસો નોંધાયા…

Charotar Sandesh

કોરોના સંક્રમણ વધતા આણંદ જિલ્લામાં આ IAS અધિકારીને જવાબદારી સોંપાઈ… જાણો વિગત…

Charotar Sandesh

કરમસદ પાલિકા અને અડાસ ગ્રામ પંચાયતનાં સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા…

Charotar Sandesh