Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : ડી માર્ટ મોલમાં લોભામણી સ્કીમ-જાહેરાત પાછળ છેતરામણીના ખેલ…

મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ગ્રાહકોને લોભામણી સ્કીમ આપી પડદા પાછળ નાણાં ખખેરવામાં આવી રહ્યા હોય આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ…

આણદ ખાતે આવેલ ડી માર્ટ મોલમાં લોભામણી લાલચ જાહેરાત દર્શાવી તેની પાછળ છેતરામણી કરવામાં આવતી હોવાનો અનુભવ મોલમાં ખરીદ કરવા ગયેલ ગ્રાહકને થતા પોતાને ચેતરાયાની લાગણી દર્શાવતા મામલાનો પર્દાફાશ થવા પામ્યો હોવાનુ જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત મુજબ શહેરોમાં એક જ સ્થળેથી તમામ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય તેવા આશયથી ગ્રાહકો મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ખોલવામાં આવતા મોલની મુલાકાત લઈ ખરીદી કરતા હોય છે. ત્યારે મોલના સચાલકો પણ ગ્રાહકો ને આકર્ષતા હોય છે. પરંતુ મોલમાં વિવિધ સ્કીમો લોભામણી હોવાનો પર્દાફાશ તાજેતરમાં આણદ ખાતે આવેલ ડીમાર્ટ મોલમાં ખરીદી કરવા ગયેલ ઇકબાલભાઇ દ્વારા કરવામાં આવ્યો હોય તેમ ડી માર્ટ મોલમાં વસ્તુઓ પર ૧૫ રૂપિયાની છુટ મુળ કિંમત પર આપવામાં આવી હતી. તેમાં તેઓએ વસ્તુની ખરીદી પર ૧૫ રૂપિયા બાદ રૂ. ૪૫ના બદલે ડીમાર્ટ દ્વારા રૂ. ૫૨ વસુલવામાં આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થવા પામ્યો હતો. આ મુદ્દે ઇકબાલભાઇએ જણાવ્યુ હતુ કે મોલમાં પ્રતિદિન હજાર જેટલા ગ્રાહકો ખરીદી કરવા માટે જતા હોય છે ત્યારે આ પ્રકારના ચેડાં થવાના કારણે ગ્રાહકો લૂટાતા હોય છે. જેના પગલે આ મુદ્દે ગ્રાહક સુરક્ષામાં ફરીયાદ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ગ્રાહકોને લોભામણી સ્કીમ આપી પડદા પાછળ નાણાં ખખેરવામાં આવી રહ્યા હોય આ મુદ્દે સરકારના વિભાગો દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

Related posts

વડતાલ સંપ્રદાયમાં ઐતિહાસિક ઘટના : સરધારના નિત્યસ્વરૂપ સ્વામીના ૫૫ પાર્ષદોએ ભાગવતી દિક્ષાગ્રહણ કરી…

Charotar Sandesh

રૂા. ૨૨ લાખના ખર્ચે નવનિર્મિત ગામડી ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરતાં સાંસદ મિતેષભાઇ પટેલ

Charotar Sandesh

રિસોર્ટમાં ઝડપાયેલ માતર ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો જામીન પર છુટકારો…

Charotar Sandesh