Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

આતંકવાદી હુમલાના ખતરાને લઇને એરપોર્ટ પર મુલાકાતીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ…

૨૬મી જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત અને દિલ્હીમાં આઇએસઆઇએસ આંતકી હુમલો કરે તેવી શક્યતાઓના પગલે હાઇએલર્ટ આપી દેવામાં આવ્યુ…

અમદાવાદ : ૨૬મી જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત અને દિલ્હીમાં આઇએસઆઇએસ આંતકી હુમલો કરે તેવી શક્યતાઓના પગલે હાઇએલર્ટ આપી દેવામાં આવ્યુ છે. એલર્ટના પગલે અમદાવાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ ઉપર પણ લોંખડી સુરક્ષા ગોઠવી દેવાઇ છે અને ૨૦ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિંબધ મુકી દેવામાં આવ્યો છે. ૯ જાન્યુઆરીના રોડ વડોદરામાંથી ઝડપાયેલા આઇએસઆઇએસના આતંકવાદી જાફરની ધરપકડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં કરેલા એક એન્કાઉન્ટર બાદ ત્રણ આઈએસઆઈએસ આતંકવાદીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ એક આતંકવાદી જાફરને એટીએસની ટીમ વડોદરાથી ઝડપી પાડ્યો હતો. ચારેયની પુછપરછમાં ચોકાવનારો ઘટસ્ફોટ થયો છેકે વિદેશમાં બેઠેલા હેન્ડલરે તેમને ૨૬ જાન્યુઆરી પહેલાં કંઇક મોટું કરવાના નિર્દેશ આપ્યા હતા, જેમાં લોન વુલ્ફ એટેક પણ સામેલ હતો.

દિલ્હી પોલીસે ચારે જણાની આકરી પુછપરછ કરી છે જેમાં ચારેય જણા તામિલ ભાષી હોવાના લીધે શરૂઆતમાં તો કેટલીક સ્માસ્યાઓ આવી પરંતુ ટ્રાંસલેટરની મદદથી આરોપીઓએ જણાવ્યું કે બે આતંકીઓ ૨૬ પહેલા ગુજરાત અને દિલ્હીમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા છે. સ્પેશિયલ સેલને મળેલી આ જાણકારી બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ફરાર તે બે આતંકવાદીઓને શોધવામાં લાગી ગઇ છે જે હજુ સુધી ફરાર છે. આતંકના દહેશત વચ્ચે કોઇપણ અમદાવાદ ડોમેસ્ટીક અને ઇન્ટનેશનલ એરપોર્ટ પર કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે એરપોર્ટ ઓથોરેટીએ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે ત્યારે શંકમદ પેસેન્જરો ઉપર પણ નજર રાખી રહ્યા છે. એરપોર્ટ ઓથોરેટીએ ૨૦ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.

Related posts

ભાવવધારો : સિંગતેલના ભાવમાં રૂપિયા ૧૫નો અને કપાસિયા તેલમાં ૨૫ રૂપિયાનો વધારો…

Charotar Sandesh

અમિત ચાવડાની સુચનાથી સુરત કોંગ્રેસ સમિતિનું માળખું તાત્કાલિક વિખેરાયું…

Charotar Sandesh

ગૃહિણીઓને રાહત : સિંગતેલનાં ભાવમાં ૪૦ રૂપિયાનો ઘટાડો થયો

Charotar Sandesh