Charotar Sandesh
ઈન્ડિયા

કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવાનો નિર્ણય ઘણુ વિચાર્યા બાદ લેવામાં આવ્યો : મોદી

કાશ્મીર મુદ્દે જે નિર્ણય લેવાયો તે સંપૂર્ણપણે આંતરિક મુદ્દો છે…

આગામી વર્ષોમાં અહીં પણ દેશના બીજા ભાગોની જેમ વિકાસ થશે,રોકાણ માટે કાશ્મીરમાં તૈયાર થશે અનુકૂળ વાતાવરણ…

ન્યુ દિલ્હી,
જમ્મુ-કાશ્મીરને લઇ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાની માંગણી ઘણા લાંબા સમયથી ઉઠતી આવી હતી, પરંતુ મુદ્દો દરવખતે ટળતો રહ્યો. નરેન્દ્ર મોદી સરકારે આ નિર્ણય લીધો, જેને મોદી સરકારના બીજા કાર્યકાળનો અત્યારસુધીનો સૌથી મોટો નિર્ણય મનાય છે. આ નિર્ણય પર વડાપ્રધાનનું કહેવું છે કે આ નિર્ણય તેમણે ખૂબ સમજી વિચારીને લીધો છે અને આગળ જતાં સરકારનો કાશ્મીરને લઇ આગળ મોટો પ્લાન પણ છે, જેથી કરીને ઘાટીમાં વિકાસને આગળ વધારી શકાય.
એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાને કાશ્મીરના મુદ્દા પર વાત કરી. તેમણે કહ્યું કે કાશ્મીરને લઇ અમારી સરકારે જે નિર્ણય લીધા છે, તે સંપૂર્ણપણે આંતરિક મુદ્દો છે. અમે આ નિર્ણયને ખૂબ જ સમજી વિચારીને લીધો છે, અમને વિશ્વાસ છે કે આનાથી ઘાટીના લોકોને ખૂબ ફાયદો થશે. પીએમે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં દેશના બીજા ભાગની જેમ વિકાસની રફતાર પકડી શકશે રાજ્યમાં રોકાણ અને રોજગારીની નવી તક મળશે અને સ્થાનિક લોકોનો વિકાસ થશે.
વડાપ્રધાને પોતાના રાષ્ટ્રના નામ સંબોધનમાં ઘાટીમાં રોકાણની વાત કરી હતી અને ‘નવા કાશ્મીર’નો ઉલ્લેખ કર્યો હતો. તેના પર તેમણે કહ્યું કે મારી અપીલ બાદ દેશના કેટલાંય મોટા ઉદ્યોગપતિઓએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણને લઇ ઇચ્છા વ્યક્ત કરી છે.
વડાપ્રધાને કહ્યું કે હું ખૂબ જ આશ્વસ્ત છું કે આવું ખરેખર થવા જઇ રહ્યું છે. હું તમને જણાવી દઉં કે કેટલાંય ટોચના બિઝનેસમેને તો અત્યારથી જ જમ્મુ-કાશ્મીરમાં રોકાણની ઇચ્છા વ્યકત કરી છે. આજના સમયમાં આર્થિક વિકાસ બંધ દરવાજાની અંદર થઇ શકે નહીં. ખુલ્લા વિચાર અને ખુલ્લું અર્થતંત્ર જ રાજ્યના યુવાનોને પ્રગતિના પંથ પર આગળ વધવાની દિશા નક્કી કરાવશે. એકતા જ રોકાણકારોને, નવા પ્રયોગ, અને આવકને વધારવાના છે.
વડાપ્રધાને રોકાણ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનવા પર જોર આપતા કહ્યું કે રોકાણ માટે કેટલીક પરિસ્થિતિઓ જરૂરી છે જેમકે સ્થિરતા, માર્કેટ સુધી પહોંચા અને કાયદાની નિશ્ચિત વ્યવસ્થા તેમાંથી કેટલીક છે. કલમ ૩૭૦ પર નિર્ણય એ પરિસ્થિતિઓના નિર્માણને સુનિશ્ચિત કરશે. જમ્મુ-કાશ્મીરમાં પર્યટન, ખેતી, આઇટી અને હેલ્થકેર સેકટરમાં રોકાણની તકો વધશે. આ નિર્ણય બાદથી એક ઇકોસિસ્ટમનું નિર્માણ થશે તેનાથી રાજ્યના સ્કિલ, મહેનત અને પ્રોડક્ટસ માટે શ્રેષ્ઠ પરિણામ લઇને આવશે.
દેશના બીજા હિસ્સાથી શ્રેષ્ઠ કનેક્ટિવીટ અને રોકાણનો સારો માહોલ રાજ્યના વિકાસ ચક્રને સામાન્ય પ્રજાની સંપન્નતાને વધારશે. ક્ષેત્રની સ્થાનિક પ્રોડક્ટ શ્રેષ્ઠ કનેક્ટિવિટીના લીધે આખા દેશ અને વિદેશ સુધી પહોંચાડી શકાશે.

Related posts

કોરોના સંકટ : ચાર મહાનગરોમાં રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ…

Charotar Sandesh

ઉચ્ચસ્તરની ટેકનોલોજીમાં ભારતની સ્થિતિ દુઃખદ રહી છે : અજીત ડોભાલ

Charotar Sandesh

Cyclone Fani: વાવાઝોડાના આ 5 વીડિયો જોઇને તમે તોફાનનો અંદાજો લગાવી શકશો

Charotar Sandesh