Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખંભાત તાલુકા જન વિકાસ ઝુંબેશની સફળતા : ૭૦ હજારથી વધુ ગરીબ પરિવારોને થયો લાભ…

જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રની તારાપુર તાલુકા બાદ ખંભાતમાં બીજી સફળતા…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો  નૂતન અભિગમ આણંદ જિલ્લામાં સફળ રહ્યો : કલેક્ટરશ્રી દિલીપ રાણા

આણંદ : આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં કુલ ૫૬ ગામો માટે જન વિકાસ ઝુંબેશના ભાગરૂપે ૭૦ હજાર લાભર્થીઓને વિવિધ યોજનાકિય લાભો એક માસના ટૂંકા ગાળામાં આપવામાં જિલ્લા વહિવટી તંત્રને સફળતા મળી છે. કલેક્ટરશ્રી દિલીપ રાણાએ આજે ખંભાત જનવિકાસ ઝુંબેશમાં જોડાયેલા તમામ અધિકારીશ્રી સાથેની બેઠકમાં જણાવ્યું હતું.

કલેકટરશ્રી દિલીપ રાણા અને આણંદ જિલ્લા સમગ્રયતા વહીવટી તંત્ર દ્વારા ખંભાત તાલુકામાં ચાલેલી ઝુબેશના ભાગરૂપે ૭૦ હજાર કરતા વધુ ગરીબ મધ્યમવર્ગના પરિવારો લાભાર્થી તરીકે નોંધણી કરવામાં સફળતા મેળવી હતી.
ખંભાત પ્રાંત કચેરીની ટીમ અને પ્રાંત અધિકારી શ્રીમતી દેવાંગીની દેસાઈની કાર્ય કુશળતાએ ખંભાત તાલુકાના તમામ લોક પ્રતિનિધિશ્રીઓ, ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલ, ગ્રામ્ય પદાધિકારીઓ, સરપંચશ્રી, સદસ્યશ્રીઓ સાથે ખૂબજ ભાવનાત્મક સહયોગ કેળવીને તેઓનો સુચારૂ સાથ મેળવી ખંભાત જન વિકાસ ઝુંબેશ ને સફળતા તરફ આગળ વધારવા મજબૂત પાયો નાખવામાં સફળતા મેળવી. ગામેગામના સરપંચશ્રી, અને રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીશ્રી સૌનો સાથ અત્યંત ગરીબ પરિવારોના ઘરમાં અજવાળું કરવામાં સફળ રહ્યા.

Related posts

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં ઉચ્‍ચતર-માધ્‍યમિક શાળાઓમાં ૨૨૩ શિક્ષકની મેરીટના આધારે નિમણૂંકપત્રો એનાયત…

Charotar Sandesh

૮ નવી ઔદ્યોગિક વસાહતોમાં આણંદ જિલ્‍લાના ઓડનો સમાવેશ : સ્‍થપાશે નવી ઔદ્યોગિક વસાહત…

Charotar Sandesh