Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

રોડ સેફ્ટી કમિટી

આણંદ : જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી આણંદ ખાતે રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂક કરવા તેમજ માર્ગ સલામતી અને નાગરિક સુરક્ષા અંગે તમામ જરૂરી માપદંડોનું પાલન થાય તે જોવાં સબંધીત વિભાગને સૂચન કર્યું હતું

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ બેઠકમાં ગામડી ઓવરબ્રિજ- રોંગ સાઈડ ડ્રાઈવીંગ બાબત, બોરસદ-તારાપુર માર્ગ ઉપર વાહનોની રોંગ સાઇડ અવરજવરના કારણે વધુ અકસ્માત સર્જાતા હોઇ તે અંગે જરૂરી પગલા લેવા બાબત અને બોરસદથી રાસ- ધુવારણ તરફના માર્ગ ઉપર વારંવાર અકસ્માત સર્જાતા હોઇ આઈઆરસી નિયમો મુજબની કામગીરીની સમીક્ષા જેવાં મુદ્દાઓ કલેક્ટરશ્રી સમક્ષ રજુ કર્યા હતાં. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધીત વિભાગને જરૂરી સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ, આણંદ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, બોરસદ પ્રાંત અધિકારીશ્રી હેતલ ભાલીયા, ખંભાત પ્રાંત અધિકારીશ્રી નિરુપા ગઢવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી સહિત અન્ય સબંધિત વિભાગ-ક્ચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Other News : અમદાવાદ મુકામે અંબિકા એન્જીનીયરીંગ તૈયાર થયેલ વિરાટ ધ્વજદંડની પૂજન વિધિમાં સંતો મહંતોની ઉપસ્થિતિ

Related posts

કટોકટીના સંજોગોમાં કરવાની થતી કામગીરી સંદર્ભે ખંભાત ખાતે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

Charotar Sandesh

વાસદ ટોલનાકા નજીક ઘઉંની આડમાં લવાયેલ ૧૧ લાખના વિદેશી દારૂ સાથે બેની ધરપકડ…

Charotar Sandesh

આણંદ લોટેશ્વર મહાદેવ પાસે જુનો કુવો મળી આવ્યો : લોકો અને શ્રદ્ધાળુઓમાં કુતૂહલ સર્જાયું…

Charotar Sandesh