Charotar Sandesh
ગુજરાત ચરોતર

ગણપતિ બાપ્પા મોરિયા… આજથી ગણેશજીનો નાદ ગૂંજી ઊઠશે…

ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવાર અને ૨ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગણેશ પુરાણ અનુસાર આ શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. આથી આધ્યાત્મિક રીતે આનું ખુબજ મહત્વ રહેલુ છે.
ગણેશ ઉત્સવના પહેલા દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ભાવપૂર્નક તેમની પૂજા અર્ચના કરવામાં આવશે. અંતે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, ભક્તો પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર ગણેશજીની સ્થાપના કરે છે કોઈ ૫ દિવસ કોઈ ૭ દિવસ તો કોઈ ૧૧ દિવસ ગણેશજીની સ્થાપના કરે છે.
આ વખતે ગણેશ ચતુર્થી પર વિશેષ સંયોગ બની રહ્યો છે, આ સંયોગમાં રાશિ અનુસાર સેવા પૂજા કરવાથી ગણેશજી તમામ મનોકામના પૂર્ણ કરે છે.

ગણેશ પૂજા માટે મદ્યાહન મૂહર્ત :
૨ સપ્ટેમ્બર સવારે ૧૧ વાગ્યે ૪ મિનિટથી બપોરે ૧ વાગ્યાથી ૩૭ મિનિટ સુધી
૨ કલાક ૩૨ મિનિટ
ભારતીય સંસ્કૃતિમાં ગણેશને વિદ્યા-બુદ્ધિના પ્રદાતા, વિધ્ન-વિનાશક, મંગળકારી, રક્ષાકારક, સિદ્ધિદાયક, સમૃદ્ધિ, શક્તિ અને સમ્માન પ્રદાયક માનવામાં આવે છે. આમ તો દર મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્થીને ‘સંકટ ચોથ’ તેમજ શુક્લપક્ષની ચોથને ‘વિનાયક ગણેશ ચોથ’ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ ભાદ્રપદ શુક્લની ગણેશ ચોથને ગણેશના પ્રગટ હોવાના કારણે ભક્ત આ દિવસે તેમની વિશેષ પૂજા-આરાધના કરીને પુણ્ય અર્જિત કરે છે.

Related posts

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી : આ ર૦ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જાહેર

Charotar Sandesh

દેશમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાત પાંચમા સ્થાને : નર્મદા, સાબરમતી નદીનો સમાવેશ

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પ્રદેશ કોંગ્રેસ તૂટવાનાં એંધાણથી ભાજપ સક્રિય…

Charotar Sandesh