Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી : આ ર૦ જિલ્લાઓમાં આજે યલો એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદ

રાજ્યનાં જળાશયોમાં ૭૪% જળસંગ્રહ, ૬૧ ડેમ પૂર્ણ ભરેલા, ૧૮માં ૧૦%થી ઓછું

અમદાવાદ : બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં ૪૦થી ૬૦ કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે ૬ વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે આજે સવારે ૬ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં ૩૦ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં ૧૦ મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં ૨૮.૨૪ ઈંચ વરસાદ થયો છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે-નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

Other News : ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર આવ્યા બાદ બદલીને લઈને આઈએએસ, આઈપીએસની ચિંતા વધી

Related posts

ઈન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈપેન્ડ આપવામાં દેશમાં ગુજરાત ૧૫મા ક્રમાંકે…

Charotar Sandesh

વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત : રખડતા પશુને કારણે ટ્રેનને પહોંચ્યું નુકશાન

Charotar Sandesh

લોકડાઉનના કારણે ઔદ્યોગિક એકમો બંધ, વીજ વપરાશમાં ૫૦%નો ઘટાડો…

Charotar Sandesh