પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોમવારના રોજ આપવામાં આવેલા સ્ટેટમેન્ટ પર સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે આકરા પ્રહારો કર્યા હતા. મંગળવારે કરેલા એક ટ્વીટમાં અખિલેશ યાદવે PM મોદીના 40 TMC ધારાસભ્યોના સંપર્કમાં હોવાના સ્ટેટમેન્ટને શરમજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનો વિશ્વાસ તોડ્યો છે. તેમના પર 72 કલાકનો નહીં, પણ 72 વર્ષનો પ્રતિબંધ મૂકાવો જોઇએ.અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું હતું કે, વિકાસ પૂછી રહ્યો છેઃ પ્રધાનજીનું શર્મનાક ભાષણ સાંભળ્યું કે? સવા સો કરોડ દેશવાસીઓનો વિશ્વાસ ગુમાવી હવે તેઓ બંગાળના 40 ધારાસભ્યોના તથાકથિત દળ બદલવાના અનૈતિક વિશ્વાસ સુધી સીમિત રહી ગયા છે. એ તેઓ નહીં, કાળા નાણાની માનસિકતા બોલી રહી છે. આના માટે તેમના પર 72 કલાકનો નહીં, 72 વર્ષનો પ્રતિબંધ મૂકાવો જોઇએ.ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુગલી જિલ્લામાં એક ચૂંટણી રેલીમાં કાલે કહ્યું હતું કે, જ્યારે 23 મે બાદ બંગાળમાં દરેક જગ્યાએ કમળ ખીલશે, ત્યારે દીદી તમે જોશો કે તમારા ધારાસભ્યો પણ તમને છોડી દેશે અને ભાગી જશે. તમારા ધારાસભ્યોમાંથી 40 આજે પણ મારા સંપર્કમાં છે.