Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીની હવામાં ઝેરી તત્ત્વો ભળ્યા : પ્રદૂષણ બેફામ, લોકો પરેશાન…

જો કે હરિયાણા અને પંજાબમાં પરાળ બાળવાથી હવા બગડી હોવાનો દાવો…

ન્યુ દિલ્હી : દેશના પાટનગર નવી દિલ્હીમાં સોમવારે સવારે કેટલાક વિસ્તારમાં હવામાં ભીષણ ઝેરનાં પરિબળો હોવાની વિગતો જાહેર થઇ હતી. શિયાળો શરૂ થવામાં છે ત્યારે પાડોશી રાજ્યો હરિયાણા અને પંજાબમાં પરાળ બાળવાથી એ તરફના પવન સાથે ઝેરી તત્ત્વો દિલ્હીની હવામાં ભળ્યા હોવાનું કહેવાય છે.
સોમવારે સવારે (હવાની ગુણવત્તા ) એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૨૩ સુધી પહોંચી ગયો હતો. દિલ્હીવાસીઓ શ્વાસમાં ઝેર લઇ રહ્યા હોવાનું જોઇ શકાયું હતું. ખાસ કરીને લોધી રોડ પર આજે સવારે પરટીક્યુલર મેટર (પીએમ) ૧૦-૨૧૭ અને ૨.૬-૨૨૩ જેટલો નોંધાયો હતો. આ આંકડા ભયજનક ગણાય. આ ક્ષેત્રના નિષ્ણાતોના કહેવા મુજબ આગામી દિવસોમાં દિલ્હીની હવા વધુ ઝેરી બનવાની શક્યતા હતી.
અમેરિકાની સ્પેશ એજન્સી નાસાએ રવિવારે રિલિઝ કરેલા કેટલાક ફોટોગ્રાફ્સમાં ખેતરોમાં બાળવામાં આવી રહેલા ઘાસની તસવીરોનો સમાવેશ થયો હતો. એવી આશંકા વ્યક્ત કરાઇ હતી કે હરિયાણા અને પંજાબમાં જે પરાળ બાળવામાં આવે છે એને લઇને પવનથી ઝેરી તત્ત્વો દિલ્હી તરફ ઘસડાઇ આવે છે. વહેલી સવારે સડકો પર ધૂમ્મસ જેવું જે દેખાય છ એ ધૂમ્મસ નથી પરંતુ ઝેરી પ્રદૂષણ છે એવું આ ક્ષેત્રના જાણકારોએ કહ્યું હતું. આ પ્રદૂષણથી દિલ્હીના રહેવાસીઓને શ્વાસના રોગો થઇ શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઇ શકે છે.

Related posts

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કલ્પના બહાર : સચિન પાયલટ

Charotar Sandesh

રાજ્યસભામાં મોદી સરકારનો સ્વિકાર : દેશમાં ૧૨ રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ સૌથી વધુ સક્રિય…

Charotar Sandesh

હરિયાણામાં કિસાનો પર લાઠીચાર્જ : પોલીસે ટીયર ગેસ છોડ્યા…

Charotar Sandesh