Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કલ્પના બહાર : સચિન પાયલટ

પેટ્રોલ

જયપુર : દેશમાં કોરોના મહામારીનો સામનો કરી રહેલી પ્રજા પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો બોજ સતત વધી રહ્યો છે. દેશમાં શનિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો થયો હતો જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહતો.

આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ૭૫ દિવસમાં ૪૧ વખત ભાવ વધારો ઝીંકાયો છે, જેને કારણે પેટ્રોલ ૧૧.૪૪ અને ડીઝલ ૯.૧૪ રૂપિયા મોંઘાં થયા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની ટીકા કરતાં કોંગ્રેસના નેતા સચિન પાયલટે દાવો કર્યો છે કે, દેશના ૨૫૦ શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયો છે. આ બાબતની કોઈ કલ્પના થઈ શકે તેમ નથી.

દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો જાહેર થયા પછી ૪થી મેથી નિયમિત સમયાંતરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પરંપરા ચાલુ રહી છે. જોકે શનિવારે ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો.

બીજી જુલાઈ પછી ત્રીજી વખત ડીઝલમાં ભાવ વધારો ટાળવામાં આવ્યો છે જ્યારે ૧૨મી જુલાઈએ ડીઝલમાં પ્રતિ લીટર ૧૬ પૈસાનો ઘટાડો કરાયો હતો. દેશના પાંચ મેટ્રો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા અને બેંગ્લોરમાં પેટ્રોલે ૧૦૦ રૂપિયાની સપાટી વટાવી દીધી છે.

Other News : ભારતમાં બનેલ કોવિશિલ્ડ રસી લેનાર લોકો ફ્રાન્સમાં પ્રવેશ કરી શકશે

Related posts

પેટ્રોલ-ડિઝલે તોડ્યા તમામ રેકોર્ડ : મુંબઇમાં ૯૪ રૂૃપિયાને પાર…

Charotar Sandesh

દેશભરમાં હૈદરાબાદ હેવાનિયતનો પડઘો : લોકો રસ્તા પર ઉતર્યા…

Charotar Sandesh

ટ્‌વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ ૧૨૦૦ જેટલા એકાઉન્ટ હટાવવા હુકમ…

Charotar Sandesh